#દક્ષિણ આફ્રિકા
Explore tagged Tumblr posts
Text
0 notes
Text
પીરા યારા (ઉત્તરાર્ધ)
મેં મિ. જેફને વિનંતી કરી હતી કે ભલે તેમની વાતનો વિસ્તાર થાય, પણ બંને પક્ષની દલીલો સવિસ્તાર સાંભળવા મળે તો મને વિશેષ આનંદ થશે. વળી જૂની હિંદી ફિલ્મોનાં ગાયનો સાંભળવાના શોખીન એવા મિ. જેફ પોતાની સાથે લાવેલા ટેપ રેકોર્ડરમાં અમારી હવે પછીની વાત કેસેટમાં રેકર્ડ થાય એવી ઈચ્છા પણ મેં વ્યક્ત કરતાં ��ેની ગોઠવણ તેમણે કરી લીધી હતી. કોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલી હતી, પણ મિ. જેફે એ કાર્યવાહીને…
View On WordPress
#અબ્રાહમ લિંકન#એશિયન#ક્લબ#ગાંધીજી#તેડાગર#દક્ષિણ આફ્રિકા#ન્યાયાધીશ#પ્રતિવાદી#યુગાન્ડા#વાદી#સત્યાગ્રહ#સરકારી વકીલ#સાર્વજનિક#હોટલ#Democracy#Government
0 notes
Photo
“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” એક વિતંડાવાદ “શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” નો એક વિતંડાવાદ જેઓ સોસીયલ મીડીયા ઉપર સક્રિય છે તેઓ જાણતા હશે કે ભારતે મેળવેલી સ્વતંત્રતા બાબતમાં ઘણા લોકો ગંભીર રીતે શંકા ધરાવે છે. શરુઆતમાં આપણે તેને અવગણીએ તે ઠીક હતું. પણ પછી જોવામાં આવ્યું કે જેઓ ઠીક ઠીક જાણકારી, બીજા વિષયોમાં પણ ધરાવતા હતા તેઓ પણ આ વિષયમાં ભાગ લેવા માંડ્યા. એટલે મારા જેવા કેટલાક લોકોએ ઉત્તર આપવાનું શરુ કર્યું. પણ એવું જોવામાં આવ્યું કે તેમને આપણો ઉત્તર સમજવામાં રસ ન હતો. આ વિષયની ચર્ચામાં રસ લેનારાઓમાં મોટા ભાગના એવા હતા કે જેઓ પૂર્વગ્રહથી પીડિત હતા અને તેમની માન્યતા છોડવા તૈયાર જ ન હતા. અને આ માન્યતાના લીસ્ટમાં તેઓની માન્યતાઓ નીચે પ્રમાણે હતી. ભારતના ભાગલાઓ માટે ગાંધીજી જવાબદાર હતા. હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ગાંધીજી મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા અને જ્યાં મુસ્લિમો વધુ પ્રમાણમાં મરાયા હતા ત્યાં તેઓ દોડી જતા હતા. મુસ્લિમ તૂષ્ટીકરણની નીતિના જન્મદાતા ગાંધીજી હતા, આનું મુખ્ય કારણ તેઓએ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ વેપારીનો કેસ લડ્યા તે હતું. ગાંધીએ બોઅર યુદ્ધમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો. ગાંધીએ ખિલાફત આંદોલનમાં ધર્માંધ મુસ્લિમોનો પક્ષ લીધો હતો. મોપલાઓએ હિન્દુઓની જે કત્લેઆમ કરી હતી તે કત્લેઆમને ગાંધીએ અનુમોદન આપ્યું હતું. ગાંધીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું ન હતું, જલીયાવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કતલમાં ગાંધીએ જનરલ ડાયરનો પક્ષ લીધો હતો પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ, પણ ભારતના ભાગલા પડતા અટકાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ન હતા. ગોડસે એક મહાન વ્યક્તિ હતો અને તે પરમ દેશભક્ત હતો. તેણે ગાંધીનો વધ કર્યો તે યોગ્ય જ હતું. તેણે કોર્ટમાં જે નિવેદન આપેલ તેને સરકારે જાહેર કર્યું નથી તે જ બતાવે છે કે સરકાર સત્યને છૂપાવવા માગે છે. ચલણી નોટો ઉપર ગાંધીને બદલે ગોડસેનું ચિત્ર હોવું જોઇએ. ખરો શહીદ તો ગોડસે જ હતો. ગાંધી સાઉથ આફ્રિકામાં નિસ્ફળ નીવડ્યા હતા એટલે ભારત પરત થયા હતા. ગાંધી અંગ્રેજ સરકારના એજન્ટ હતા, ગાંધી એક ઐયાશી વ્યક્તિ હતા. ગાંધી દુરાચારી હતા. તેઓ ભીન્ન ભીન્ન સ્ત્રીઓને સહશયન માટે ફરજ પાડતા હતા. ગાંધીએ હિન્દુ નિરાશ્રિતોને કહેલ કે તમારે તમારી મા-દિકરી-બહેનોને મુસ્લિમોને હવાલે કરી દેવી જોઇતી હતી. આ જ તમારો ધર્મ હતો. આવી તો અનેક વાતો ગાંધી-ફોબીયાથી પીડિત લોકો લખતા. આપણે આ બધી જ વાતોનું તર્ક પૂર્વક ખંડન કરીએ તો પણ તેઓ સમજવા તૈયાર જ ન હ્તા. એટલું જ નહીં મોટા ભાગના તો વાંચતા જ નહીં અને અદ્ધર અદ્ધર રીતે આપણા તર્ક નકારી કાઢતા હતા. આ બધા જ ગાંધી-ફોબિયા પીડિત જ નહીં મુસ્લિમ-વિરોધી-ફોબિયાથી પણ પીડિત લોકો હતા. આમાંના કેટલાકના વિષયો એ પણ હતા કે ભારતને આઝાદી મળી જ નથી. હજુ પણ તે અંગ્રેજોનું ગુલામ છે. આ માટેની તેમની દલિલો નીચે પ્રમાણે છે. (૧) ૧૫મી ઑગષ્ટે જે થયું તે “સત્તાનું હસ્તાંતરણ (ટ્રાન્સ્ફર ઑફ પાવર) થયું છે. (૨) આ દસ્તાવેજ કદી બહાર પાડવામાં આવ્યો નથી. સત્તાના હસ્તાંતરણને સ્વતંત્રતા ન કહેવાય, (૩) કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રમુખ કાયમ માટે બ્રીટનની રાણી (બ્રીટીશ ક્રાઉન) છે. ભારતે બ્રીટનની રાણીને ખંડણી આપવી પડે છે. (૪) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૫, આ જે પણ લાગુ છે. (૫) આપણને જે સત્તા મળી છે તે ૯૯ વર્ષના પટ્ટે મળી છે. ૯૯ વર્ષ પછી આપણે ભારતની સત્તા બ્રીટનને પાછી સોંપી દેવી પડશે. એટલે આવા કરા��ને સ્વતંત્રતા કહેવાય જ નહીં. (૬) બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી અપાય છે. બ્રીટનની રાણીને ભારતનો વિસા લેવાની જરુરત પડતી નથી. (૭) નાગરિક કાયદાનો હવાલો આપી એવું તારણ કરવામાં આવે છે કે આપણે ભારતીય બંધારણને હિસાબે પણ ગુલામ જ છીએ. (૮) આ બધામાં વળી એક રાજીવ દિક્ષિતનો વીડીયો સામેલ કરવામાં આવ્યો છે જેમાં રાજીવ દિક્ષિત “ટ્રાન્સ્ફર ઑફ પાવર”નું પોતાનું અર્થ ઘટન કરતા બતાવ્યા છે. આ બધા ઉભી કરેલી માન્યતાઓનું આપણે તર્કશુદ્ધ રીતે ખંડન કરીએ તો પણ આ વિવાદો ચાલુ રાખવામાં આવે છે. સોસીયલ મીડીયામાં આ વિવાદો ત્રણચાર વરસોથી ચાલે છે. આ વિવાદોની સ્થિતિ “ગાંધી-ફોબિયા પીડિત” જ છે. એટલે કે તમારા ઉત્તરો ઉપર, કોઈ ચર્ચા કરવા તૈયાર થતા નથી. આ બધું આપણે અટકાવી શકતા નથી. કારણ કે લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યમાં બધાને પોતાના તર્કહીન વિચારો વ્યક્ત કરવાનો હક્ક છે. આપણા તર્કશુદ્ધ વિચારો માન્ય રાખવા કે ન રાખવા તે તેની મુનસફ્ફીની વાત છે. આવી સ્થિતિ હોય ત્યારે આપણે અમુક હદ પછી તેવા લોકોની માન્યતાઓ ઉપર પ્રતિભાવ આપવાનું બંધ કરીએ તે સ્વાભાવિક છે. ડીબી (દિવ્યભાસ્કર)માં પણ અમુક કટારીયા લેખકોને બાદ કરતાં બાકીના બધા કટારીયા લેખકો કદાચ સમાચારપત્રના એજન્ડા પ્રમાણે લખતા હોય તેમ તેઓની બહુમતિ હોવાને નાતે આપણે માની શકીએ. પણ જે લેખકો પોતાની તર્કશુદ્ધતા જાળવી રાખે છે તેમને વિષે આપણે એવું કહી ન શકીએ કે તેઓ વર્તમાનપત્રના એજન્ડા પ્રમાણે લખતા હશે. આવા લેખકોમાં ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી અને સંજયભાઈ વોરાનો સમાવેશ અચૂક કરી શકીએ. કાન્તિભાઈ ભટ્ટ પણ જો નરેન્દ્ર મોદીને ન સ્પર્શે ત્યાં સુધી માહિતિ-પૂર્ણ લખે છે. રોજ કટાર લખવી એ ઘણું અઘરું હોય છે. તો પણ ન છૂટકે આ બાબતની આપણે અવારનવાર ટીકા કરી છે. પણ જવા દો. દરેકને પોતાના વિચારો, પોતાનું મન અને પોતાના ગમા-અણગમા હોય છે. સંજયભાઈ વોરા ડીબીમાં રોજ લખે છે. અને દરેક લેખ માહિતિપૂર્ણ હોય છે. અને તર્કશુદ્ધ પણ હોય છે. નાની નાની વાતો મિસ-ફાયર થાય તો તેને ક્ષમ્ય ગણવું જ જોઇએ. પણ સંજય ભાઈ વોરાએ જ્યારે “શું આપણે સાચેચાચ સ્વતંત્ર થયા છીએ તે વિષય ઉપર પ્રશ્નચિન્હ લગાવ્યું ત્યારે તેની ગંભીરતાને સમજવી પડે. તેમના મુદ્દાઓમાં કેટલાક બ્રીટીશ નાગરિકતા વાળા સનદી અધિકારીઓ સેવામાં ચાલુ રહ્યા, અને તે પણ ભારતીય રાજબંધારણ અમલમાં આવ્યું તે પછી પણ ચાલુ રહ્યા તે, અને તેને સમકક્ષ બીજા મુદ્દાઓ, નવા મુદ્દા તરીકે જાણવા મળ્યા. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” એગ્રીમેન��ટ આ કરારનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર એ “સ્વતંત્રતા” નથી. એક ની જગ્યાએ બીજો આવ્યો. તેમાં સ્વતંત્રતા ક્યાં આવી? ચૂંટણીના પરિણામો પછી એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સત્તા સંભાળે છે. જેમકે એક વ્યક્તિ વડાપ્રધાન છે. ચૂંટણી પછી નવો પક્ષ બહુમતિ મેળવે તો તેનો નેતા દેશનું વડાપ્રધાન પદ સંભાળે છે. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” તેના જેવું છે. આપણે સમજવું જોઇએ કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર” અને “ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ” એ બંને ભીન્ન ભીન્ન છે. અ બંને સમાનાર્થી શબ્દો નથી. એક વ્યક્તિ કે જે વડા પ્રધાન છે તેની પાસેથી નવી વ્યક્તિ વડાપ્રધાન પદ લે, તેને ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ કહેવાય. આમાં કોઈ એગ્રીમેન્ટ થતું નથી. જે કંઈ થયું તે બંધારણ અનુસાર થાય છે. સરકારી અધિકારીઓની બદલી થાય ત્યારે તેઓ પોતાનો ચાર્જ બીજા અધિકારીને આપે છે. તેને એકે “ચાર્જ લીધો” અને બીજાએ “ચાર્જ આપ્યો” એમ કહેવાય છે ગણાય છે. પ્રધાનો પાસે દસ્તાવેજોનો ચાર્જ હોતો નથી. સચિવો અને મૂખ્ય સચિવ બધો ચાર્જ રાખે છે. દરેક ફાઈલની હેરફેર નોંધાતી હોય છે. અંગત સ્ટાફ ની ફાઈલ મંત્રીશ્રી પોતાની પાસે કે પોતાના અંગત સચિવ (રહ્સ્ય સચિવ) પાસે રાખે છે. સત્તાની ફેરબદલીની રીતો સત્તાની ફેરબદલી બે રીતે થાય છે. એક છે બળપૂર્વક થતી સત્તાની ફેરબદલી. અને બીજી છે પરસ્પર સમજુતીથી થતી સત્તાની ફેર ���દલી. ૧૮૫૭માં થયેલા સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં જો ભારતનો વિજય થયો હોત તો, “ટ્રાન્સ્ફર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી ન હોત. પૂર્વપાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં બંગ્લાદેશનું સર્જન થયું તેમાં “ટ્રાન્સ્ફ્રર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી નથી. બળપૂર્વક થતા સત્તાના હસ્તાંસ્તરણમાં નવી સત્તાએ જુના કાયદાઓ માનવા સિવાય છૂટકો હોતો નથી, સિવાય કે પોતાના કાયદાઓ હયાત હોય. જુના વખતમાં ન્યાયધીશો કે રાજા કે રાજાદ્વારા સ્થપિત વ્યક્તિઓ, રાજકારભારના અને ફરિયાદોને લગતા નિર્ણયો લેતા. તેમને કોઈ નિયમો નડતા ન હતા. તે પોતાની મુનસફ્ફી પ્રમાણે કે શુદ્ધબુદ્ધિથી નિર્ણયો લેતા. જ્યારે ભારતને ૧૫મી ઑગષ્ટે “સ્વતંત્રતા” મળી ત્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારતમાં સર્વોચ્ચ સત્તા વાઈસરોય પાસે હતી. વાઈસરોય ઉપર બ્રીટનની પ્રણાલીઓ દ્વારા સ્થપાયેલ બંધારણ અને ઈન્ડીયન ગવર્નમેન્ટ એક્ટ નું બંધન રહેતું. ભારત સ્વતંત્ર થયું એટલે કામચલાઉ વ્યવસ્થા વડાપ્રધાન અને ગવર્નર જનરલની થઈ. બ્રીટનની પાર્લામેન્ટે પસાર કરેલા “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ના આધારે આ નક્કી થયું હતું. જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી, ભારતની સંસદ જે કંઈ પણ વહીવટી કાયદાઓ પસાર કરે તેને માટે બ્રીટનના ક્રાઉનની મંજુરી લેવી જરુરી હતી. એટલે કે ભારતની સંસદ એ બ્રીટનની સંસદને સમકક્ષ હતી. પાકિસ્તાનની પણ આ જ સ્થિતિ હતી. સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વે અખંડ ભારતમા ચૂંટણીઓ થઈ હતી. ચૂંટાએલી સરકારો/મંડળો બ્રીટીશ એજન્સીના પ્રત્યક્ષ ��હીવટ હેઠળના પ્રદેશો ઉપર રાજ કરતી હતી. આને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવાતું હતું. પણ આ બધા વાઈસરોયના તાબામાં એટલે કે બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતા. ૧૫ ઑગષ્ટે સ્વરાજ્ય મળ્યું એટલે ભારતને કેન્દ્રમાં “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” અને “ગવર્નમેન્ટ ઈન્ડિયા એક્ટ”ની મર્યાદા હેઠળ સત્તા મળી. રાજાઓની સત્તાઓ તેમની પાસે રહી પણ તેમણે જનતાની ઈચ્છા અનુસાર “પાકિસ્તાન સાથે જોડાવું“, કે “ભારત સાથે જોડાવું” કે “સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવું” તે નક્કી કરવાનું હતું. “જનતાની ઈચ્છા” જાણવાની પ્રક્રિયાને “પ્લેબીસાઈટ” કહેવામાં આવી હતી. આ કામ કેન્દ્ર સરકારની નિગરાનીમાં કરવાનું હતું જેથી જનતાની સાચી ઈચ્છા જાણી શકાય. આ પ્રમાણે જે મોટા રાજ્યો હતા તેમના પ્રાંત અલગ હતા. પણ આ બધા જ અંતે તો “બ્રીટીશ ક્રાઉન”ના તાબામાં હતા. એટલે ૧૫ ઑગષ્ટ “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ની અંતર્ગત રહેલ “ઈન્ડીપેન્ડન્સ” શબ્દની રુએ, “ઈન્ડીપેન્ડન્સ ડે” ગણાયો. જેમાં બધા જ સત્તાધારી પદો ઉપર ભારતીયો આવ્યા. એક વાત સમજવાની છે કે “ઈન્ડિયન સીવીલ સર્વીસ”ની પરીક્ષા બ્રીટીશ સરકાર લેતી હતી અને સીવીલ સર્વીસ પ્રોવાઈડર બ્રીટીશ સરકાર હતી. એટલે તેની સર્વીસની શરતો બ્રીટને નક્કી કરી હતી. જે કોઈ આઈસીએસ અધિકારીઓ ભારતમાં રહ્યા તેઓ આ સર્વીસ કન્ડીશન્સની જોગવાઈને આધારે સ્વેચ્છાએ રહ્યા. બ્રીટીશ અફસરો ભારતમાં નોકરીએ ચાલુ રહ્યા તે કારણસર ભારત ગુલામ હતુ એમ ન કહી શકાય. એક વાત સ્વિકારવી પડે કે ભારત જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ અમલમાં ન લાવ્યું ત્યાં સુધી ભારતે સાર્વભૌમત્વ મેળવ્યું ન હતું. ભારતની સંસદ, લોકોએ ચૂંટેલી હતી અને તેના થકી ભારતનું બંધરણ ૧૯૫૦માં અમલમાં આવ્યું. આ ભારતીય બંધારણમાં નિર્દેશિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થઈ. કોમનવેલ્થ રાષ્ટ્રઓનું જુથ કોમન વેલ્થ રાષ્ટ્રોના જુથમાં, જે રાષ્ટ્રો અગાઉ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતાં તે બધા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. બ્રીટન પોતે પણ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતું. કોમનવેલ્થ રાષ્ટ્રોના જુથના બંધારણમાં જ આવી જોગવાઈ છે અને તે સહજ છે કે તેનું પ્રમુખ પદ બ્રીટીશ ક્રાઉન પાસે રહે. આ બાબતમાં કોઈ રાષ્ટ્રે નાનમ અનુભવવાની જરુર નથી. વળી તમે એક સંસ્થા ચલાવો તો બધા સભ્યોએ ફાળો તો આપવો જ પડે પછી ભલે તે જી-૮ હોય કે જી-૨૪ હોય કે સાર્ક રાષ્ટ્રોની સંસ્થા હોય. આ ફાળાને આપણે ખંડણી તરીકે ખપાવી ન શકીએ. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી. જે બ્રીટને આપણને યુદ્ધ વિના શાંતિથી સ્વતંત્રતા આપી તેનું માન રાખવું એ આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે ઇતિહાસનો નાશ કરી શકતા નથી. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી આપવાથી આપણે ગુલામ થઈ જતા નથી. કોઈપણ દેશ કોઈ મહાનુભાવ વ્યક્તિનું સન્માન કરી શકે છે. તેને નાગરિકતા પણ આપી શકે છે. ખાન અબ્દુલ ગફારખાનને ભારતરત્નનો ખિતાબ અપાયેલો છે. તો શું પાકિસ્તાન આપણો ગુલામ દેશ છે? કોઈ એક વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવાની કે નકારવાની સત્તા આ મુદ્દો સોસીયલ મીડીયા ઉપર ��હુ ચગાવવામાં આવેલ. સ્વાતંત્ર્યતા પૂર્વે કેટલીક વ્યક્તિઓ જુદા જુદા સંજોગોમાં અનન્ય પરિસ્થિતિમાં ભારતની બહાર હતી. નિશ્ચિત મુદતમાં ભારતમાં આવવા માટે અસમર્થ હતી. તેના ઉપર નિર્ણય લેવા સક્ષમ અધિકારીઓ હ્તા. અનુચ્છેદ ૬ માં આને લગતી જોગવાઈઓ છે. વિવરણ પણ છે. આ અનુચ્છેદને ફક્ત અને ફક્ત સાંકળીને કેટલાક લોકો રામભરોસે એવું અર્થઘટન કરતા કે ભારત સ્વતંત્ર થયું જ નથી. તેઓ કશું વિવરણ કે દાખલાઓ આપવામાં માનતા નહીં પણ જ્યારે તેમને પૂછવામાં આવતું કે તમે ભારતીય બંધારણની કલમ તો બતાવો અને તેનું અર્થઘટન કરીને તમારી વાત તો સમજાવો !! પણ તેઓ આવું કશું કરવામાં માનતા ન હતા. ૯૯ વર્ષના પટ્ટે ભારતનો વહીવટ કરવાની કરવાની સ્વતંત્રતા આવી જોગવાઈ કઈ જગ્યાએ છે અને બંધારણમાં આને કઈ જગ્યાએ માન્યતા આપવામાં આવી છે તે કહેવા કોઈ તૈયાર નથી. કોઈક આપણને (આખે આખો) “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ”નો હવાલો આપે છે. એટલે કે આપણા વિપક્ષીને સાચા ઠેરવવા માટે આપણે આખ્ખે આખ્ખો ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ વાંચીને એ શોધી કાઢવાનું કે ભારતને ૯૯ વર્ષના પટ્ટે સ્વતંત્રતા મળી છે. એટલે કે અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડી આપણે શોધવાની. ગુલામ રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર અને લોકશાહી રાષ્ટ્ર આ ત્રણેના ભેદ સમજવા જેવા છે. ગુલામ રાષ્ટ્ર એટલે બીજા રાષ્ટ્રનો વ્યક્તિ/વ્યક્તિ સમૂહ કે અધિકૃતવ્યક્તિ/અધિકૃતવ્યક્તિ સમૂહ આપણા રાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય તો આપણું રાષ્ટ્ર ગુલામ કહેવાય. બ્રીટીશ યુગમાં આપણે ગુલામ હતા. મોગલયુગમાં જ્યારે મોગલ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ ગણ્યો ત્યારે આપણે ગુલામ દેશ મટી ગયા. ઈસ્વીસન પૂર્વેથી ઇસ્લામયુગસુધી ભારત સ્વતંત્ર રાષ્ટ્ર હતું કારણ કે શાસકો ભારતીય હતા. લોકશાહી એ એક સાપેક્ષ સુવ્યવસ્થા છે. જ્યાં સત્ય ગમે તે સ્તરેથી આવતું હોય પણ જો તેને અસત્ય ઠેરવવું અશક્ય હોય અને તેનો આદર થતો હોય તો તેને લોકશાહી કહેવાય. પણ સત્ય વિવાદાસ્પદ હોય છે. શ્રેય પણ વિવાદાસ્પદ હોય છે. આ બંને સાપેક્ષ પણ હોય છે. આ માટે જે વ્યવસ્થામાં મૂક્ત ચર્ચા ઉપલબ્ધ હોય અને તે આદરણીય હોય તેને લોકશાહી વ્યવસ્થા કહેવાય. “રામરાજ્ય” ભલે એક રાજાશાહી વ્યવસ્થા હોય પણ ત્યાં સત્યનો આદર થતો હતો. એટલે તેને લોકશાહી કહી શકાય. જો કે રાજાશાહી વ્યવસ્થામાં આશ્રિત લોકશાહી દીર્ઘજીવી હોતી નથી. કારણ કે તે વંશપરંપરાગત હોય છે. એક રાજા પછી તેનું સંતાન યોગ્યતા વગર જ શાસક બને છે. યોગ્યતા વગર બનેલી વ્યક્તિ લોકશાહીનું રક્ષણ કરી ન શકે. આ વિષે ભારતને વંશવાદી પક્ષોનો અને ખાસ કરીને નહેરુવંશી ઈન્દિરા ગાંધીનો ઠીક ઠીક અનુભવ છે. ભારતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે? ભારત એક સાર્વભૌમત્વવાળું રાષ્ટ્ર છે. ભારતના રાજબંધારણમાં કોઈપણ એવી કલમ નથી કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વ્યવસ્થા ૯૯ વર્ષ માટે જ છે. ભારતના રાજબંધારણમાં અનેક ફેરફાર સંશોધન થયા છે પણ આપણે ક્યારેય આ સંશોધનોને માન્યતા અપાવવા માટે બ્રીટીશ ક્રાઉન પાસે મોકલ્યા નથી. કારણકે આ માટે ભારતના રાજબંધારણમાં ક્યા��ય લખ્યું નથી કે બ્રીટીશક્રાઉનની અનુમતિ જરુરી છે. ભારતના રાજબંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આપણે, કોઈપણ એક સંશોધન માટે બ્રીટીશ ક્રાઉનની અનુમતિ લેવી અનિવાર્ય છે. ભારતના રાજબંધારણમાં આપણે માનવીય મૂળભૂત હક્કો અને કુદરતી હક્કોની ઉપરવટ જઈને આ હક્કોને હાની થાય તેવા ફેરફાર કરી શકતા નથી. કારણ કે ભારતીય રાજબંધારણ એક લોકશાહી વ્યવસ્થા માટે રચાયેલું છે અને તેમાં સત્ય અને ભારતીય જનતા સર્વોપરી છે. . શિરીષ મોહનલાલ દવે
#અંગત સચિવ#અંગ્રેજો#ઈન્દીપેન્ડન્સ ઈન્ડિયા એક્ટ#કટાર લેખકો#કતલ#કોમનવેલ્થ#ખિલાફત આંદોલન#ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫#ગાંધી-ફોબિયા#ગુલામ#ગોડસે#ચર્ચા#જનરલ ડાયર#જલીયાંવાલા બાગ#ટ્રાન્સફર ઑફ ચાર્જ#ટ્રાન્સ્ફર ઑફ પાવર#ડીબી ભાઈ#દક્ષિણ આફ્રિકા#દસ્તાવેજ#દેશના ભાગલા#પૂર્વગ્રહ#પ્લેબીસાઈટ#બોઅર યુદ્ધ#બ્રીટીશ ક્રાઉન#ભગતસિંહ#મુસ્લિમ તુષ્ટિકરણ#મુસ્લિમ-વિરોધી ફોબિયા#મૂખ્ય સચિવ#મોપલા#રહસ્ય સચિવ
0 notes
Text
વિશ્વભરની મહિલાઓ સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે - મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2022
વિશ્વભરની મહિલાઓ સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે – મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2022
ઉચ્ચ આકાંક્ષાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં યોગદાન આપવાની ઈચ્છા ધરાવતી પરિણીત મહિલાઓ ગુડવિલ એમ્બેસેડર તરીકે આગળ આવી અને ભારતની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા, મિસિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્વીન 2022માં ભાગ લીધો, જેથી તેઓ તેમની પ્રતિભા પ્રદર્શિત કરી શકે અને તેમના સપનાઓ જીવી શકે. સહભાગીઓ ભારત અને અન્ય વિવિધ દેશો, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ કિંગડમના છે. મુંબઈની…
View On WordPress
0 notes
Text
COP27: બેઝિક રાષ્ટ્રો સમૃદ્ધ દેશોના બેવડા ધોરણોને બોલાવે છે, મજબૂત રાજકીય સંદેશ મોકલે છે | ભારત સમાચાર
COP27: બેઝિક રાષ્ટ્રો સમૃદ્ધ દેશોના બેવડા ધોરણોને બોલાવે છે, મજબૂત રાજકીય સંદેશ મોકલે છે | ભારત સમાચાર
શર્મ અલ-શેખ: સમૃદ્ધ રાષ્ટ્રોના બેવડા ધોરણોને હાકલ કરતા, ચાર દેશોના જૂથ હેઠળ પાયાની – બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ચીન – યુએન ક્લાઈમેટ વાટાઘાટોમાં (COP27)એ જણાવ્યું હતું કે વિકસિત દેશો દ્વારા છેલ્લા વર્ષમાં અશ્મિભૂત ઇંધણના વપરાશ અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે, તેમ છતાં તેઓ વિકાસશીલ દેશોને સમાન સંસાધનોથી દૂર જવા માટે દબાણ કરવાનું ચાલુ રાખે છે. “આવા બેવડા ધોરણો આબોહવા સમાનતા અને ન્યાય…
View On WordPress
0 notes
Text
પાકિસ્તાન સેમિ ફાઈનલમાં, દક્ષિણ આફ્રિકા ફરી તક ચૂક્યું - In the Pakistan semi-final, South Africa missed again
#SemiFinal#T20#worldcup#PakistanCricketTeam#SouthAfricaCricketTeam#CricketNewsinGujarati#GujaratiNews#UKNews
0 notes
Text
ન્યુઝીલેન્ડ એમેઝોન પ્રાઇમ વિડિયો પર લાઇવ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને યજમાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે
ન્યુઝીલેન્ડ એમેઝોન પ્રાઇમ વિડિયો પર લાઇવ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને યજમાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે
મુંબઈ, ભારત – 17 ફેબ્રુઆરી 2022: ન્યુઝીલેન્ડની પુરૂષ ટીમ 17થી દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરશે.મી ફેબ્રુઆરી થી 1st માર્ચ લાઇવ અને એક્સક્લુઝિવલી એમેઝોન પ્રાઇમ વિડિયો પર. નવેમ્બર 2020 માં, પ્રાઇમ વિડિયોએ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી વિશિષ્ટ લાઇવ ક્રિકેટ અધિકારો મેળવ્યા. બહુ-વર્ષીય ભાગીદારીના ભાગરૂપે, ન્યુઝીલેન્ડમાં તમામ ફોર્મેટમાં રમાતી ��ંતરરાષ્ટ્રીય પુરૂષો અને મહિલા…
View On WordPress
0 notes
Photo
રાજકોટ ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર રાજકોટમાં યોજાશે T 20 મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે મેચ 15 જૂને 2022 યોજાશે ભારત અને દ.આફ્રિકા વચ્ચે મેચ #cricketlife #criket #rajkot #rangilurajkot #ragilurajkot #bcci #India #southafrica #t20 #t20cricket #rajkotnews #criketlover🏏🏏 #saurashtra #gujarat #ILOVE_RAJKOT03 #ILOVE_RAJKOT03 #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CUCVGy1MIM-/?utm_medium=tumblr
#cricketlife#criket#rajkot#rangilurajkot#ragilurajkot#bcci#india#southafrica#t20#t20cricket#rajkotnews#criketlover🏏🏏#saurashtra#gujarat#ilove_rajkot03
0 notes
Text
બ્રાયન લારાને બેસાડીને સચિન તેંડુલકરે ચલાવી સ્કુટી, જુઓ મજેદાર વિડિયો , Gujarat-news
બ્રાયન લારાને બેસાડીને સચિન તેંડુલકરે ચલાવી સ્કુટી, જુઓ મજેદાર વિડિયો , Gujarat-news
ક્રિકેટની દુનિયામાં ઘણા દિગ્ગજોનો જમાવડો હાલનાં દિવસોમાં ભારતમાં લાગ્યો છે. ભારતમાં રોડ સેફટી વર્લ્ડ સીરીઝ ૨૦૨૧નું સફળ આયોજન થયું છે અને વીતેલા રવિવારે ફાઈનલ સાથે તેનું સમાપન પણ થઇ ચૂક્યું છે. રોડ સેફટી વર્લ્ડ સીરીઝ-૨૦૨૧ માં ભારત સહિત ૬ દેશોની ટીમોએ ભાગ લીધો હતો. જણાવી દઇએ કે રોડ સેફટી વર્લ્ડ સીરીઝ ૨૦૨૧ માં ભારત લીજેન્ડસ, દક્ષિણ આફ્રિકા લીજેન્ડસ, શ્રીલંકા લીજેન્ડસ, ઇંગ્લેન્ડ લીજેન્ડસ, બાંગ્લાદેશ…
View On WordPress
0 notes
Text
કરાચીથી દૂર અરબી સમુદ્રમાં ચીની નૌકા જહાજ પાકિસ્તાની સમુદ્ર સીમા માં છે. ચીન અને પાકિસ્તાનની નૌકાદળો સંયુક્ત કવાયત કરી રહ્યા છે જે ભારત માટે ચિંતા ઉભી કરે છે.
ઘણા નિરીક્ષકોએ ધ્યાન દોર્યું છે કે પાકિસ્તાનના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ચીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ચીન આને એ વિસ્તાર માં ચાંચિયાઓની વધતી ગતિવિધિ તરફ આંગળી દોરે છે.
ચીનને આગામી 40 વર્ષ સુધી ઈરાન બોર્ડર નજીક પાકિસ્તાનના ગ્વાદર બંદરનું સંચાલન કરવાના અધિકાર આપવામાં આવ્યા હતા.
બંદરનો વિકાસ ચીન દ્વારા કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ત્યાં ચા���ના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) છે. ચીન સીપીઈસીની સુરક્ષાની ચિંતા કરે છે પરંતુ તે આ પ્રોજેક્ટનો ઉપયોગ ઉત્તર હિંદ મહાસાગરમાં તેની વ્યૂહાત્મક રચનાઓ મોટા પાયે સફળ કરવા માટે પણ કરી રહ્યો છે.
સ્ટ્રીંગ ઓફ પર્લ્સ:
ભારત-ચીન સંબંધોમાં થોડો પણ રસ ધરાવતા લોકો સ્ટ્રિંગ ઓફ પર્લ્સ સિદ્ધાંતથી પરિચિત છે.
આને એનર્જી ફ્યુચર્સ ઓફ એશિયા ના ૨૦૦૪ માં પ્રકાશિત અંતિમ અહેવાલે લોકપ્રિય બનાવ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે, જેથી તેનો એમને સૌથી વધુ લાભ મળી શકે અને આ ક્ષેત્રમાં ભારત પર પકડ વધારી શકે.
આજુબાજુના ટાપુઓ અથવા બંદરો - જેને સૂચક રૂપે મોતી તરીકે ઓળખવામાં આવે છે - ભારત ના આ આસપાસના સ્થળો પર ચીન નાગરિક અને લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રકચર નો વિકાસ કરશે, એવી એની ધારણા હતી.
સ્ટ્રીંગ ઓફ પર્લ્સ નો ભૂસ્તર સંબંધ સ્ટ્રેટ ઓફ મલાક્કા, શ્રીલંકા, પાકિસ્તાન, માલદીવ્સ, સ્ટ્રેટ ઓફ હોર્મોઝ અને સોમાલિયા ને ગણાય છે. તેમાં ચીની વ્યૂહરચનામાં બાંગ્લાદેશ અને મ્યાનમારનો પણ સમાવેશ છે.
મલાક્કા સામુદ્રધુની :
આ એક તરફ હિંદ મહાસાગરને પેસિફિક મહાસાગર સાથે મલેશિયા અને સિંગાપોર ને જોડે છે, તો બીજી બાજુ ઇન્ડોનેશિયા. અને તે નિકોબાર ટાપુઓથી ખૂબ દૂર નથી.
ચીનની ઉર્જાની આવશ્યકતાઓ માટે મલાક્કા સામુદ્રધુની ખુબ મહત્વ નો રોલ નિભાવે છે. મધ્ય પૂર્વમાંથી આશરે ૮૦ ટકા જેટલું બળતણ તેમાંથી પસાર થાય છે. હિંદ મહાસાગરમાં ભારતના કાબુ વાળા ક્ષેત્ર થી સાવચેત, ચીન આ ક્ષેત્રના દેશો સાથે મૈત્રીપૂર્ણ અને સહકારી સંબંધો ��િકસાવવા સતત કાર્યરત છે.
૧૯૭૧ માં, જ્યારે ચીને બાંગ્લાદેશ માટેના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સાથે જોડાણ કરવાની તૈયારી બતાવી હતી, ત્યારે ભારતે મલાક્કા આ પટ્ટા ને બંદ કરવાની ચીમકી આપી હતી.
એના પછી ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ દરમિયાન, ભારતે હિંદ મહાસાગરમાં પોતાના વર્ચસ્વનો ઉપયોગ કરીને કરાચી બંદરને વ્યવહારીક રીતે બંદ કરતા પાકિસ્તાન નો પુરવઠો અટકાવ્યો હતો.
ચીન ભારત સામે આ પરિસ્થિતિ ઉંધી કરવાના મિશન પર છે.
મ્યાનમાર અને બાંગ્લાદેશ:
ચીને મ્યાનમારમાં પોતાની સંપત્તિ વિકસાવી છે. તેણે મ્યાનમાર થી ચીન સુધીની લગભગ ૨,૪૦૦ કિલોમીટરની ગેસ પાઇપલાઇન નાખી છે. મ્યાનમારના કોકો આઇલેન્ડમાં સૈન્ય મથક હોવાના અહેવાલ પણ છે.
ચીને મ્યાનમારમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઇન્સ્ટોલેશન ઉભું કર્યું છે.
એવું કહેવામાં આવે છે કે ચીને ઓસ્ટ્રેલિયાના દૂરના ભાગમાં આવેલા કોકોસ કીલિંગ આઇલેન્ડ પર મલકાના સ્ટ્રેટ નજીક નૌકાદળનો વિકાસ કર્યો છે. બંગાળની ખાડીમાં ઉત્તરની આગળ, ચીને બાંગ્લાદેશ ના ચિત્તાગોંગ નો બંદર બનાવ્યો. જેથી ચીનને બંગાળની ખાડીમાં પગ પાંસરો કરવા મળ્યો.
ચીની વેપારનો મહત્વપૂર્ણ ભાગ આ બંદરમાંથી પસાર થાય છે. ચીન બાંગ્લાદેશ ને આ બૅંડર ની નજીક નાનો નેવી દળ બનાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
શ્રીલંકા:
દાયકાઓથી શ્રીલંકા ભારતનો વિશ્વાસપાત્ર મિત્ર રહ્યો છે પરંતુ ૨૦૧૨ થી ૨૦૧૪ ની વચ્ચેના વર્ષોમાં ટાપુ દેશમાં ચીની હાજરીમાં વધારો થયો.
ચીને શ્રીલંકાના દક્ષિણપૂર્વ ભાગ પર હેમ્બન્ટોલા ખાતે એક બંદર બનાવ્યો. ચીનની એક કંપનીએ બંદર બનાવ્યું અને તેનું સંચાલન કરવા માટે નિયંત્રણ મેળવ્યું. ચીન તેને નૌકાદળ માં વિકસાવવાની તૈયારીમાં હતું, જ્યારે જાન્યુઆરી ૨૦૧૫ માં શ્રીલંકામાં રાજપક્ષે સરકારને મત આપ્યો હતો.
સિરીસેના સરકારનું ભારત સરકાર સાથે વધુ સારું સમીકરણ રહ્યું છે, જે ચીની યોજનાઓ ને ધક્કો લાગ્યો છે.
પાકિસ્તાન:
પાકિસ્તાનમાં સુરક્ષા માટે ચીન પાસે ગ્વાદર બંદર અને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) છે. ગ્વાદર બંદરે વધુ મહત્વ મેળવ્યું છે કારણ કે ચીન આ સાથે ઈરાન-પાકિસ્તાન-ભારત ગેસ પાઇપ લાઇન પ્રકલ્પ માં દખલ અંદાજી કરી શકે છે.
પાકિસ્તાનનાં અમુક ભાગોમાં પાઇપ લાઇનની સુરક્ષાની ખાતરી ન હોવાને કારણે ભારત એ આ પ્રોજેક્ટથી પોતાને બહાર કાઢ્યું. આ પ્રોજેક્ટને હવે ઈરાન-પાકિસ્તાન-ચીન પાઇપલાઇન કહેવામાં આવે છે. આ પ્રકલ્પ પાકિસ્તાન ના ગ્વાદર થી વળીને જાય છે.
સીપીઇસી ચીનની મહત્વપૂર્ણ ભૂ-વ્યૂહાત્મક અને વેપાર સંપત્તિ તરીકે વિકસિત થઈ રહી છે.
હાલમાં તે પાકિસ્તાન સાથેના તેના વેપારના માત્ર બે ટકા છે. પરંતુ, ચીન વોલ્યુમ વધવાન�� અપેક્ષા રાખે છે કારણ કે તે ગ્વાદર બંદર અને સીપીઇસી દ્વારા તેના મોટાભાગના વેપારને મધ્ય પૂર્વ અને આફ્રિકા સાથે પહોંચાડવાની યોજના ધરાવે છે.
ગ્વાદર બંદર અને સીપીઇસી આ બંને અને ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ ધરાવતા હરમઝ સામુદ્રધુની ની આસપાસ, પાકિસ્તાનના સક્રિય સહયોગથી લશ્કરી શક્તિને મજબૂત કરવા માટેના ચીન ના પ્રયાસો એના માટે મહત્વપૂર્ણ છે.
ભારતે કેવી રીતે ચીન પર વળતો પ્રહાર કર્યો ?
ચીન ના સ્ટ્રિંગ ઓફ પર્લ્સ વ્યૂહ ને કેવી રીતે પડકારવું એ ભારત જાણી ગયું છે. ભારતે તેના દરિયાઇ પડોશીઓ સાથેના સંબંધને સુધારવાના ગંભીર પ્રયાસો કર્યા છે.
ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ એશિયાના દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટર સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકતા ભારતની લુક ઇસ્ટ નીતિને એક્ટ ઇસ્ટ નીતિ તરીકે ફરીથી અપનાવી છે.
મ્યાનમારમાં ચીનના પ્રભાવને પહોંચી વળવા ભારતે તાજેતરમાં મ્યાનમાર ને ૧.૭૫ અબજ ડોલરની ગ્રાન્ટ અને ધિરાણ આપ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પર નજર રાખીને બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી અને એના વડા પ્રધાન ને દિલ્લી માં આવાનો આગ્રહ કર્યો હતો.
કારણ ચીન સોનાડિયા માં ઘણા પ્રકારના અને વ્યાપક રીતે સમુદ્ર લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ટર સુવિધાઓ વિકસાવી રહ્યું હોવાના અહેવાલ છે.
ભારતે આ વર્ષે એપ્રિલ માં જ બાંગ્લાદેશને ૪.૫ અબજ ડોલરની ક્રેડિટ આપવાની ખાતરી આપી છે.
શ્રીલંકા સાથે ભારત સરકારના વધેલા વ્યાપારિક સંબંધો ના કારણે છેલ્લાં બે વર્ષમાં આ પાડોશી ટાપુ માં ચીની
'આર્થિક ઘુસણખોરી' ની ગતિ ધીમી પડી છે.
આ ઉપરાંત, નવી દિલ્હીએ બેઇજિંગના ભારતને ઘેરી લેવાના પ્રયાસ કાઉન્ટર હિલચાલનો વિરોધ કરવાને
કમજોર પાડવા ચીન ના આસપાસના દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા માટે સખત પ્રયાસ કર્યા છે.
ભારતે રાજદ્વારી રૂપે ઘણું રોકાણ કર્યું છે અને તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, કઝાકિસ્તાન અને મંગોલિયા જેવા દેશો સાથે - જે ચીન ના પાડોશી દેશો છે, એમની સાથે વિવિધ કરાર કાર્ય છે.
આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયા લાંબા સમય થી ભારતના સારા મિત્રો છે.
ઘણા સૂચવે છે કે ચીન તેની સીમાઓની ચારે બાજુથી વધતા ભારતીય પ્રભાવથી ચિંતિત છે. કારણ કે ભારત વાસ્તવિક રૂપે સ્ટ્રીંગ ઓફ પર્લ્સની વ્યૂહરચના બનાવવાની ભારત ના તેના પ્રયાસની વાત કરવામાં આવી રહી છે અને સાથે ચીન નો ખુલ્લેઆમ મુકાબલો કરવામાં આવે છે, તદુપરાંત નવી દિલ્હીનો વધતો જતો વિકાસ વિશ્વના નિરીક્ષકો દ્વારા મોટાભાગે અવગણના કરવામાં આવ્યો છે, જેની ખાતીર ભારત ની વધતી રહી વૈશ્વિક તાકાત કોઈ ના નજરે ન ચઢી..
વિ VA
0 notes
Text
માસ્ક વિના પકડાયા તો થશે સીધી 6 મહિનાની જેલ, સરકારે જાહેર કર્યો કડક કાયદો
માસ્ક વિના પકડાયા તો થશે સીધી 6 મહિનાની જેલ, સરકારે જાહેર કર્યો કડક કાયદો
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. પરંતુ કોરોના કાળમાં માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. તેમ છતાય કેટલાય લોકો કોરોના કાળમાં પણ માસ્ક વિના ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે આવા ખુલ્લેઆમ રખડી રહેલા લોકોને શબક શીખવવા માટે દક્ષિણ આફ્રિકા સરકાર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકમાં લોકો સતત માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લધન કરી રહ્યા છે. તેવામાં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસાએ…
View On WordPress
0 notes
Text
T20 વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ: પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો | ક્રિકેટ સમાચાર
T20 વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ: પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો | ક્રિકેટ સમાચાર
એડિલેડ: પાકિસ્તાને ક્લિનિકલ બોલિંગનું પ્રદર્શન કરીને બાંગ્લાદેશને તેની હાઈ-સ્ટેક ફાઈનલ ગ્રુપ મેચમાં પાંચ વિકેટે હરાવ્યું અને સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. T20 વર્લ્ડ કપ રવિવારે. સુપર 12 તબક્કામાં ભારત અને ઝિમ્બાબ્વે સામેની હાર બાદ ટુર્નામેન્ટમાંથી વહેલા બહાર નીકળવાની આરે ઉભેલી, પાકિસ્તાનને જીવનરેખા આપવામાં આવી હતી જ્યારે ફેન્સ્ડ દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ્સ દ્વારા પછાડવામાં આવ્યું હતું, જેણે તે…
View On WordPress
0 notes
Text
ભારતે 12 વર્ષ પછી દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે વન-ડે શ્રેણી જીતી
India won an #ODIseries at home against South Africa after 12 years
#INDvsSA#INDvSA#IndiavsSouthAfrica#IndvsSAodi#Indiancricketteam#GaraviGujaratUK#GujaratiNewsUK#CricketNews
0 notes
Text
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ હોકી સંપૂર્ણપણે અલગ છેઃ ફોરવર્ડ અભિષેક
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ હોકી સંપૂર્ણપણે અલગ છેઃ ફોરવર્ડ અભિષેક
ભારત પ્રો લીગ રમતોના પ્રથમ રાઉન્ડમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સ સામે રમ્યું હતું અભિષેકે ત્રણ મેચ રમી અને એક ગોલ પણ કર્યો. તેણે કહ્યું કે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સોંપણીમાં નિશાના પર રહેવું એ યાદગાર ક્ષણ હતી. આઈએએનએસ છેલ્લું અપડેટ: ફેબ્રુઆરી 16, 2022, 17:03 IST પર અમને અનુસરો: તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં FIH હોકી પ્રો લીગમાં સિનિયર ડેબ્યૂ કરનાર યુવા ભારતીય હોકી ફોરવર્ડ અભિષેકે કહ્યું…
View On WordPress
0 notes
Photo
ન્યુઝીલેન્ડ સામે પડકાર ઝીલવા ‘હીટમેન’ સુસજ્જ મુંબઇ: રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમવાર ટેસ્ટ ઓપનર તરીકે તક મળી અને તેણે પોતાને સાબિત કર્યો હતો.
0 notes
Photo
વરસાદના કારણે વેસ્ટ ઇન્ડિઝ-દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રદ સ્પોર્ટ્સ ડેસ્કઃ વરસાદના કારણે વેસ્ટ ઇન્ડિઝ-દક્ષિણ આફ્રિકા વચ્ચેની વર્લ્ડકપની 15મી મેચ રદ કરવામાં આવી હતી. બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે.
0 notes