#“સૈફ પાલનપુરી”
Explore tagged Tumblr posts
darshanan-blog · 4 months ago
Text
Gujarati: ગઝલની ગુંજતી સાંજ
બે એરિયા યુથ વૈષ્ણવ પરિવાર અને આપણું આંગણું બ્લોગના સંચાલિકા જયશ્રીબેન મરચન્ટ, અને સૌમીલભાઈ શાહના સૌજન્યથી, શ્રી શોભિતભાઈ દેસાઈના નેતૃત્વ નીચે અને હેતલ બ્રહ્મભટ્ટ અને સૌમિલભાઈ ના સહકાર સાથે હવેલીમાં લોકપ્રિય કવિ/લેખક શ્રી ચંદુભાઈ શાહ ના સંગ્રહનું લોકાર્પણની સાથે ગુજરાતી ગઝલની ગુંજતી  સરગમ ની સુંદર સાંજ ગુજરાતી ભાષાપ્રેમીઓએ માણી.  તેમાં ગુજરાતના છ લોકપ્રિય ગઝલકારની શોભિતભાઈ દેસાઈ એ ઓળખ આપી અને…
Tumblr media
View On WordPress
#"એક બીજાને ગમતા રહીશું"#"ઝટ જાઓ ચંદનહાર લ��વો"#"થાય સરખામણી તો ઉતરતા છીએ"#"બ્લુ જીન્સ"#“ આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે”#“અમૃત ઘાયલ”#“અલીખાન બલોચ”#“આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે”#“આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે”#“એક દી’ એમણે પોતે જાતે કહ્યું સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો”#“કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની#“કોઈ સ્મિતે સ્મિતે સળગે છે”#“કોણ ભલાને પૂછે છે”#“ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર”#“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું”#“પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને”#“પ્રિય શ્રી પ્રતાપભાઈ પંડ્યા”#“બરકત વિરાણી”#“બેફામ”#“મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું”#“મુઠીમાં તોફાન દાબી નીકળી”#“રમેશ પારેખ”#“શૂન્ય પાલનપુરી” “પરિચય છે મંદિરમાં દેવોને મારો”#“સૈફ પાલનપુરી”#“હું ગુજારું છું ગરીબીના દિવસ પણ ચેનથી”#“હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં”#”જલન માતરી”#”તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી”#આ મીનાબજારે ઉભો છું”#ઇશાનીબહેન
0 notes
buzz-london · 1 year ago
Text
Long list of Gujarati poets
નરસિંહરાવ દિવેટિયાએ મંગળ મંદિર ખોલ્યાં.
ત્યાં તો વળી દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યું.
ગની દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતાં શીખવ્યું.
અમૃત ઘાયલે શાનદાર જીવ્યાનો દાખલો આપ્યો.
જ્યારે દૂધમાં સાકરની જેમ ભળી જવાનો ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
મરીઝે ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
શૂન્ય પાલનપુરીએ મંદિરમાં દેવોનાં દર્શન કરાવ્યાં.
ધૂમકેતુ તો 'મરિયમેય ન મળી, કાગળેય ન મળ્યો'ના દુ:ખદ સંદેશા લાવ્યા.
ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યો.
ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
સરસ્વતીચન્દ્��ને ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઊડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
ખબરદારે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
બોટાદકર પાસેથી જનનીની જોડ જગે નહીં જડે રે લોલ! જેવું અદ્ભુત કાવ્ય મળ્યું.
છ અક્ષરના નામમાં પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
બાલાશંકર કંથારિયાએ જીવનમંત્ર આપ્યો કે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ.
તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યાર��એ, તે અતિ પ્યારું ગણી લેજે.
રાવજી પટેલે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા થી જાણે કે હૃદય કંપાવી દીધું.
ઇન્દુલાલ ગાંધીએ આંધળી માનો અતિ લાગણીસભર અને ભાવાત્મક કાગળ પહોચાડયો.
અખાએ તમને મૂરખ બનતા બચાવ્યા. "એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.”
સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું કે, “જાવું જરૂર છે, બંદર છોને દૂર છે.”
રાજેન્દ્ર શુક્લના પ્રશ્નનો નથી જવાબ હજી "કીડી સમી ક્ષણોની આ આવ-જાવ શું છે?"
નરસિંહ મહેતા સાથે તો વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
હેમન્ત દેસાઈને મનગમતું ગમ્યું કે, “બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં કોઈ પણ મને ગમે.”
જ્યારે જયંત પાઠકે આપણને માણસમાં રાખ્યા, ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.”
બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં.
કૃષ્ણલાલ શ્રીધરાણીએ આપણને સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, વળી ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ ! પૂજારી તું પાછો જા !
પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યા.
પ્રીતમે હરિનો મારગ શૂરાનો બતાવ્યો.
મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે ભરાય તેવો જ નથી, ”ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ”
ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડું વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્ય વયમાં છોડી શકાય !”
સુરેશ દલાલે તો એવું કહ્યું છે કે, તમે વાતો કરો તો થોડું ��ારું લાગે.
“હું તો બસ ફરવા આવ્યો છું!” આવું કહેનાર નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
બેફામ કહે છે કે, તોયે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.
જયંતી દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી“
કુન્દનિકા કાપડિયા સાથે તો જાણે સાત પગલાં આકાશમાં ભર્યાં.
“ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહેશો? રાજેન્દ્ર શાહ
શયદા, તું કહે છે કે અશ્રુ ચાલ્યાં જાય છે, પણ હું કહું છું, કે આ તો જિંદગી ધોવાય છે.
પિનાકિન ઠાકોર સાથે હું તો પોકારું, "હે ભુવન ભુવનના સ્વામી."
કલાપી તમને તો શું કહેવાનું જ હોય, અહીઁ તો જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની.
કુમારપાળ દેસાઈએ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે ખરું કહ્યું નર્મદે.
શ્યામ સાધુજીની "બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી. ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં."
કરસનદાસ માણેક તમારું જીવન અંજલિ થયું.
મનોજ ખંડેરિયા, તમે કહેશો કેમ આમ બને છે, કે પકડું કલમને, ને હાથ આખે આખો બળે છે?
સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલસમ્રાટના શિષ્ય, માટે બનવું તમારા શિષ્ય.
નાથાલાલ દવે તો કહે છે કે કામ કરે ઈ જીતે રે માલમ ! કામ કરે ઈ જીતે.
દિનકર જોશી સાહેબ, પ્રકાશના કાંઈ પડછાયા હોય ?
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
ઘણીવાર વિચારું જગદીશ જોષીજી, ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા પણ, આખા આ આયખાનું શું?
“માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું" સંસ્કૃતિરાણી દેસાઈ તમે કદાચ મળી જશો.
તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી, “જીવીએ પહેલાં, પછી લખાય તો ઠીક છે, ન લખાય તો પણ કંઈ વસવસો નથી.”
“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા.
ચન્દ્રકાન્ત શેઠે કહ્યું કે, કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.
અશોક દવે, તમારે તો લખવાના કારણે બપોરનાય ઉજાગરા
હું કાગ ની મઢેલી છું જીતુદાને જડેલી
ગુજરાતી મારુ નામ મને દાદે ઘડેલી
નથડી છે નરસિંહ ની ઝાંઝર ઝવેરના
બેફામે દીધી બંગડી ને સેંથી શૂન્ય ની
અખાની અમીરાત છું ઘાયલ મિજાજી છું
ચંચી ને ચાંદલે સજી ગઝલ ગની ની છું
જલન ની જૂઈ છું ને વેણી એ ગૂંથેલ છું
શેખાદમ ની શેરીએ રુસ્વા ની રસમ છું
શંકરઉમાની અરજ છું કલાપીના કહેણ છું
રમેશ ની પરખ છું આદિલ નો અમલ છું
ઈશરા ના હરિગાન હું શંકર ની કલમ છું
લાડુદાનની લગન સાંયાજી ના સકન છું
આખ્યાન પ્રેમાનંદનું દલપતની દાખેલ છું
કાન્ત નું છું સર્જન હું ગંગાસતી નું ગાન છું
અલગારી કેરા આલમે ખલિલ ના ખેલ છું
કસબી જ કલમ પકડજો લાજાળુ વેલ છું
ટાપરીયા
અડાભીડ કલમ ના કસબીઓ ને ગુજરાતી
ભાષા ને શૃંગાર દેવા બદલ સૌ ગુજરાતી વતી નમન કરી ઋણ અદા કરુંછું .
0 notes
once-a-day-gujarati-poem · 3 years ago
Text
957.
લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ? -સૈફ પાલનપુરી…15.10.2021
View On WordPress
0 notes
winjoyworld · 4 years ago
Text
ગુજરાતી સારસ્વત પરિચય
____________________
– નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે �� મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
– બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
– બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
– રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
– ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
– અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
– સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
– રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
– નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
– હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
– જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” ,.
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”
અજ્ઞાત
વિશ્વ માતૃભાષા દિવસની તમામ ગુજરાતી ને શુભકામનાઓ 🌹🌹🌹
0 notes
snehalpatelsp-blog · 7 years ago
Text
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે..
– સૈફ પાલનપુરી
2 notes · View notes
kcantani · 7 years ago
Photo
Tumblr media
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે - સૈફ પાલનપુરી ****** પરિણામો ની સીઝન શરુ થશે અને તે પહેલા કેટલાય લોકો શિખામણો નો ડોઝ આપવાની શરૂઆત કરશે કે જો.....આ બારમા ની પરીક્ષા  એ  કૈં જિંદગી ની આખરી પરીક્ષા નથી...વગેરે વગેરે ...આપણે કદાચ આવું કહી ને જે તે છોકરાઓ ને બીવડાવતાં હોઈએ છીએ કે કોઈ કલ્પના બહાર ની પરિસ્થિતિ નો  સામનો કરવા તેમને  તૈયાર કરતા હોઈએ છીએ ..એ ખબર નથી ��ડતી...અને ખબર ન પડવાનું કારણ એ છે કે બંને પક્ષો..માતા-પિતા અને છોકરાઓ ..પોતપોતાની જગ્યા એ સાચા હશે...માતા-પિતા  ઉજ્જવળ ભવિષ્ય ની કામના કરતા કરતા પોતાની યુવાની..પોતાની  સંપત્તિ (ક્યારેક ગજા બહાર ની...) ખર્ચી નાંખતા હોય છે....જયારે છોકરાઓ ને એમ લાગતું હોય કે આ ગામડિયા માં-બાપ ક્યારે સમજશે કે ખરી દુનિયા તો આ બધા થોથાઓ ની બહાર છે....મિત્રો તરફી ઝુકાવ..માં-બાપ ના ઝુકાવ ને હલકો કરી નાંખે છે.....પ્રેશર કે તાણ તેની જગ્યા એ હશે જ...પણ તેની સામે લડવું પણ આપણે જ પડશે...આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમ  બદલી નથી શકતા પણ આપણે આપણા છોકરા ઓ ના મગજ નું વાયરિંગ તો બદલી શકીયે છીએ ને...ક્યારેક આપણે માં-બાપ તરીકે આપણું પોતાનું પણ વાયરિંગ ચેક કરતા રહેવું જોઈએ ..ક્યારેક વધુ પડતો કરંટ પણ બલ્બ ને ઉડાડી  મુકતો હોય છે.....હજી કાલ સુધી ખભા ઉપર શોભતી રંગીન ઓઢણી અચાનક જ ફાટી ને ગાયબ થઇ જાય તો આંચકો તો લાગે જ ને......     આનંદ બક્ષી ના લખેલા ગીત ને સંગીત આપ્યું છે ઉત્તમ સિંગે...આ ગઝલ આમ તો લતા મંગેશકરે પણ ગાઈ છે પણ કસમયે સંતાન ને ગુમાવવાની વેદના જેણે ભોગવી છે એવા જગજીત સીંગે પણ આ ગઝલ ગાઈ છે  અને દુઃખ ભોગવ્યું હોય એટલે અવાજ માં એ દર્દ આવી જ જાય... ...चिट्ठी ना कोई संदेस, जाने वो कौनसा देस https://youtu.be/p6eWVoFKRt8 લખાણ, માહિતી-સંકલન અને ગીત ની પસંદગી : ખંજન અંતાણી અને ચિનાર અંતાણી, હૈદરાબાદ (૮૯૭૮૫૯૧૨૧૨) લખ્યા તારીખ:  ૦૩.૦૫.૨૦૧૮ (સફર નો ૨૪૨ મો દિવસ)  *લખાણ કોપીરાઇટ હેઠળ છે.. સંગીત ની સફર માં જોડાવું હોયતો વોટ્સએપ લિંક ઉપર ક્લિક કરો.. https://chat.whatsapp.com/1MB8voz8fBfDoyhOv9CqrA અમારા સંગીત ના ફેસબૂક પેજ ઉપર પણ રિકવેસ્ટ વગાડી શકો છો: https://www.facebook.com/groups/130952894364374/
0 notes
once-a-day-gujarati-poem · 4 years ago
Text
537.
ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા, મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !
– સૈફ પાલનપુરી…21.7.2020
View On WordPress
0 notes