Tumgik
#આપત
Text
ઔદ્યોગિક ઘનકચરાનો ઉપયોગ કરવાની અનુમતી આપતા ટેક્સટાઈલ, ફાર્મા અને કેમિકલ ઉદ્યોગને રાહત થઈ
ઔદ્યોગિક ઘનકચરાનો ઉપયોગ કરવાની અનુમતી આપતા ટેક્સટાઈલ, ફાર્મા અને કેમિકલ ઉદ્યોગને રાહત થઈ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર કેન્દ્રિય પ્રદુષણ બોર્ડે નિયમમાં ફેરફાર કરીને એક ઉદ્યોગમાંથી નીકળતા પ્રદુષિત ઘનકચરાનો ઉપયોગ કરવા સામે મનાઈ ફરમાવતા ગત સપ્તાહમાં કરેલા પરિપત્ર સામે ગુજરાતના ઉદ્યોગો તરફથી રજૂઆત કરાતા આજે તે નિર્ણયને ઉલટાવીને તેનો ઉદ્યોગોને ઉપયોગ કરવા દેવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત આ માટે એક વરસના ગાળામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી દેવાનો પણ નિર્ણય…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
હોટલના સ્ટાફે મફતમાં જમવાનું નહી આપતા પાઇપથી હુમલો, Gujarat -News
હોટલના સ્ટાફે મફતમાં જમવાનું નહી આપતા પાઇપથી હુમલો, Gujarat -News
હોટલના સ્ટાફે મફતમાં જમવાનું નહી આપતા પાઇપથી હુમલો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.વાડીની શાલીમાર હોટલમાં જઇને મફતમાં જમવાનું માંગનાર માથાભારે શખ્સને હોટલના સ્ટાફે મફતમાં જમવાનું આપવાની ના  પાડતા પાઇપથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા રફીક કાલુભાઇ કુરેશી મોગલવાડા જહાંગીરપુરા મસ્જિદ પાસે શાલીમાર…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
મારા કામની પ્રશંસા થાય તે મને બહુ ગમે છે : રાજકુમાર રાવ ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા ન હોય એવા કલાકારોને બોલીવૂડમાં પગ મૂકવાની જગ્યા મેળવતા થોડી વાર લાગે, તેમના ભાગે થોડો વધુ સંઘર્ષ કરવાનો આવે,પરંતુ જો તેમનામાં અભિનય ક્ષમતા હોય, પોતાના કામ પ્રત્યે કટિબધ્ધતા હોય તો તેમને સતત કામ મળતું રહે છે એ વાત રાજકુમાર રાવને જોઇને સહેજે સમજાઇ જાય. વર્ષ ૨૦૧૦માં ’લવ સેક્સ ધોખા’ દ્વારા બોલીવૂડમાં કદમ માંડનાર રાજકુમાર રાવ હજી માત્ર ૨૮ વર્ષનો છે.પણ તેણે પોતાની પ્રથમ ફિલ્મ પછી પાછું વળીને નથી જોયું. તેને વર્ષ ૨૦૧૩માં ’શહિદ’ સિનેમા માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. અને ફિલ્મોદ્યોગમાં આવ્યાના ત્રણ જ વર્ષમાં નેશનલ એવર્ડના હકદાર બનવું એ નાનીસુની સિધ્ધિ ન ગણાય. જોકે અભિનેતાને એ વાતનો વસવસો છે કે જો ફિલ્મોદ્યોગમાં આવ્યા પછી તેને કોઇએ વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું હોત તો તે હમણાં કરતાં પણ વધુ સફળ હોત. તે કહે છે કે મારી પહેલી ફિલ્મમાં હંડ મુખ્ય કલાકારોમાંનો એક હતો. ત્યાર પછીની મારી ફિલ્મ ’રાગિણી એમએમએસ’માં મેં મુખ્ય ભૂમિકા ભજવી હતી.પરંતુ તે વખતે જો મને કોઇ સારી રીતે માર્ગદર્શન આપત તો હું હમણાં કરતાં વધુ આગળ વધી ગયો હોત. તે વધુમાં એમ પણ કહે છે કે જો તે વખતે મારી પાસે થોડાં વધુ પૈસા હોત તો હું મારા માટે એક પીઆર એજન્સી રોકી લેત. અને તેઓ પોતે જ મને લાઇમલાઇટમાં રાખત. આ ઈન્ડસ્ટ્રીમાં તમે સતત ક્યાંક દેખાતા રહો, મિડિયામાં ચમકતા રહો તે બહુ જરુરી છે.રાજકુમારનો અભિનય એટલો સહજ હોય છે કે દર્શકોને એવું લાગે જાણે તેને કોઇપણ રોલ ભજવવા માટે જરાય પ્રયાસ જ નથી કરવો પડતો. તે દરેક ભૂમિકા બહુ સરળતાથી ભજવી લે છે. પરંતુ અભિનેતા કહે છે કે આવું બતાવવા માટે પણ પુષ્કળ પ્રયાસ કરવો પડે છે. અભિનય ખરેખર અભિનય જેવો નહીં, બલ્કે સહજ જ લાગવો જોઇએ.તે પોતાના શ્રેષ્ઠ અભિનયનો યશ તેની પુણે ખાતે લીધેલી એફટીઅઆઇઆઇની તાલીમ, થિયેટર તેમ જ દિલ્હીના શ્રીરામ સેંટરને આપે છે. તે કહે છે કે તેને કારણે મને અભિનય સહજ સાધ્ય કરવામાં ઘણી મદદ મળી છે. વળી કામ કામને શીખવેના નાતે તમે તમારા દરેક રોલમાંથી કાંઇને કાંઇ શીખી શકો. હું પણ અનુભવે ઘણું શીખ્યો.રાજકુમારે અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છે તેમાં બધામાં તેના કામની પુષ્કળ પ્રશંસા થઇ છે. પરંતુ તે કહે છે કે હું મારા વખાણને મારા શિરે ચડીને બોલવા નથી દેતો. અલબત્ત, મારા કામની પ્રશંસા થાય તે મને બહુ ગમે છે. તેનાથી વધુ સારું કામ કરવાનો પાનો ચડે ત્યાં સુધી ઠીક છે.પરંતુ તેને કારણે મારા વર્તનમાં ફરક ન પડે, હું મારા ચાહકો સાથે ઉધ્ધત ન બની બેસું એ બાબતે હું અત્યંત સભાન રહું છું. ખરૃં કહું તો અભિનય મારા શ્વાસપ્રાણ છે. હું તેના વિના ન જીવી શકું. જો કોઇ મને અભિનયથી દૂર કર ે તો હું હિમાલયની ગોદમાં ચાલ્યો જાઉં. તેથી જ હું મારા દિલોદિમાગ પર અન્ય કોઇ બોજો નથી રાખતો. હું નથી ઇચ્છતો કે બીજું કોઇ દબાણ મારા અભિનયને અસર કરે.રાજકુમારને બોલીવૂડમાં આવ્યે સાત વર્ષના વહાણાં વાઇ ગયા પણ તેણે અત્યાર સુધી કમર્શિયલ ફિલ્મોમાં કામ નથી કર્યું. તે કહે છે કે મને ઘણી કમર્શિયલ ફિલ્મોની ઓફર આવે છે. પરંતુ આવી ફિલ્મો કરવા મારું મન ક્યારેય નથી માન્યું. મને એમ લાગે છે કે આવા સિનેમા મારી વિચારસરણી સાથે મેળ નથી ખાતા. મને તે મોટાભાગે અતાર્કિક અને મૂર્ખ જેવી લાગે છે.હા, મને ડાન્સ કરવાનું ગમે છે. અને મને ’બરે��ી કી બરફી’ તેમ જ ’બહન હોગી તેરી’માં ડાન્સ કરવાની તક પણ મળી છે. અલબત્ત, મને બધી ફિલ્મોમાં ડાન્સ કરવાની અબળખા નથી. મને માત્ર અભિનય કરવામાં જ રસ છે. હું એક અભિનેતા છું. અને અભિનય સિવાય કાંઇ કરવા નથી માગતો.રાજકુમાર વર્ષ ૨૦૧૦માં ફિલ્મોમાં આવ્યો તે અરસામાં જ વરૃણ ધવન, સુશાંત સિંહ રાજપૂત અને સિધ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારોનું પણ ફિલ્મોદ્યોગમાં આગમન થયું હતું. આવી સ્થિતિમાં બધા વચ્ચે હરિફાઇ કે હુંસાતુંસી થાય એ સ્વાભાવિક છે. પરંતુ રાજકુમાર ક્યારેય આ બદીનો ભાગ નથી બન્યો. તે કહે છે કે આવી બાબતો તમને ડિપ્રેશનમાં ધકેલી દે છે.જેની અસર છેવટે તમારા કામ પર પડે છે. અને હું નથી ઇચ્છતો કે મારા કામ પર અન્ય કોઇ બાબતની અસર પડે. બાકી હું કિસ્મતમાં માનું છું. અને મારા નસીબમાં જે હશે તે મને મળીને જ રહેશે. બાકી કલાકાર બનવાના શમણાં લઇને દરરોજ કંઇકેટલાય યુવાનો મુંબઇની ધરતી પર ઉતરી પડે છે.પરંતુ બધાના સપના સાકાર નથી થતાં. હું મને ભાગ્યશાળી માનું છું કે મને એક વર્ષની અવધિમાં જ કામ મળતું થઇ ગયું હતું. અલબત્ત, તેમાં મારી મહેનત, લગન અને આવડતના ે ફાળો પણ છે. પરંતુ જો ભાગ્યમાં ન હોય તો તમારું હુન્નર દાખવવાની પહેલી તક જ ન મળે. સામાન્ય રીતે સફળ કલાકારો ઝટપટ સ્ટાર બની જવાના શમણાં જોતાં હોય છે. પરંતુ રાજકુમારને એવી કોઇ અબળખા નથી. તે કહે છે કે સ્ટારડમ મેળવવું અને સંભાળવું બંને અઘરું છે. તમારી એક સફળ ફિલ્મ તમને રાતોરાત સ્ટાર બનાવી દે.પરંતુ ત્યાર પછી તે જાળવી રાખવા માટે તમારે જે તાણ ભોગવવી પડે તે જોતાં સ્ટારડમ ન મળે તોય કાંઇ નહીં. જો તમારી ત્યાર પછીની ફિલ્મો નિષ્ફળ જાય અને તમારું સ્ટારડમ છિનવાઇ જાય તો તે સહન કરવાનું બહુ આકરું થઇ પડે. અને આ ઇન્ડસ્ટ્રીમાં તો દર શુક્રવારે કિસ્મત બદલાય. મારા મતે સ્ટારડમ એક પરપોટો છે જે ગમે ત્યારે ફૂટી શકે છે.અભિનેતાએ સાત વર્ષના ગાળામાં પણ બોલીવૂડમાં ઝાઝા મિત્રો નથી બનાવ્યાં. તે કહે છે કે અહીં મારા મિત્રો છે જ નહીં એવું નથી.પરંતુ બધા પોતપોતાના કામમાં ગળાડૂબ હોય ત્યારે કોઇને ખલેલ પહોંચાડવાનું કેટલું ઊચિત ગણાય? આમ છતાં મને અમિત સાધ અને અનુરાગ કશ્યપ જેવા કેટલાંક મિત્રો છે. અમે ભલે છાશવારે મળતાં નથી. આમ છતાં એકબીજાને સારી રીતે પિછાણીએ છીએ. મહત્વની વાત એ છે કે વિક્રમ મોટવાણે ખાસ્સા સંકુચિત હોવા છતાં મને તેમની સાથે સારી મૈત્રી છે. રાજકુમારને આધુનિક સમયના ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ ગણવામાં આવે છે. અને અભિનેતા આ બાબતે ગર્વ પણ અનુભવે છે. તે કહે છે કે મને આ બધા કલાકારો પ્રત્યે ખૂબ માન છે. તેમના જેવા ગણાવું એ નાનીસુની સિધ્ધિ ન ગણાય. તેઓ મારા પ્રેરણાસ્રોત છે. અલબત્ત, મારા અભિનય પર તેમનામાંથી કોઇની છાપ નથી. વળી બોલીવૂડનો એવો ક્યો કલાકાર હશે જેને તેમના પ્રત્યે માન નહીંં હોય.અભિનેતાને અભિનેત્રી પત્રલેખા સાથે ગાઢ સંબંધ છે. અને આ વાત તે છૂપાવતો પણ નથી. તે કહે છે કે જ્યારે તમારી પાસે એક જ ક્ષેત્રમાં કામ કરતો પાર્ટનર હોય ત્યારે તમને એકમેક સાથે બહુ જલદી ફાવી જાય. તમારા રસના વિષયો એક જ હોવાથી તમે તેના વિશે ઘણી ચર્ચા કરી શકો, વિચારોની આપ-લે કરી શકો. તે વધુમાં જણાવે છે કે હું અને પત્રલેખા દરરોજ અભિનય વિશે વાતો કરીએ છીએ.અમે પુષ્કળ નેટફિક્સ અને એમેઝોન જોઇએ છીએ અને તેના વિશે પણ વાતો કરીએ છીએ. આ સિવાય અમને બંનેને ફરવાનો પણ બહુ શોખ છે. અને મઝાની વાત એ છે કે અમે બંને સાથે મળીને અડધી દુનિયા ખુંદી વળ્યા છીએ.
0 notes
jayveer18330 · 7 years
Text
માધવરાય
                                માધવરાય કાળરાત્રીએ મુંબઈ શહેર પર કબજો જમાવી દીધો . માણસોએ વીજળીના ગોળા પેટાવી એની સામે મોરચો માંડ્યો છે . આકાશના તારા કોઈ સન્યાસીની જેમ કોઈ ખૂણામાં બેસી છાના તેજ પ્રસરાવી રાતની રંગીનતામાં પોતાનો ભાગ આપી મનમાં પોસરાઈ રહ્યા છે . રસ્તાઓ હજી નવરા નથી થયાં . હા થોડો ભાર જરૂર હળવો થયો છે . આખા દિવસના વાહનોની ભાગદોડથી એ થોડો થાકયા છે પણ માણસ હજી વધારેની લાલચમાં દોડતો જાય છે . જાણે મુંબઈ ક્યારેય થાકતી નથી .            રાત પુરી થઈ ના થઇ ત્યાં સૂરજે બારણે ટકોરા પાડયા . એ પણ ઝાંખો પડી ગયો છે . એની આંખોમાં પણ મોતિયો આવ્યો છે . કદાચ મુંબઈની હવા એને સદતી નથી લાગતી. પંખીઓ ક્યાંક ખોવાયા છે . પનિહારી નામની આખી જાત વિલુપ્ત બની છે . એક કુદરતની સવારના બદલે એક શહેરની સવાર મુંબઈ પર ઉતરી આવી .             ચાલ ફરી ચાલવા લાગી . કરશનદાસ ચાલમાં રોજનો શોરબકોર ચાલુ થાય ગયો . ચાલ આમ તો સામાન્ય માણસોના ઘરનો સમૂહ ગણાય . જેમાં રોજ રોટલી પાછળ ભાગતો લોકોનો સમૂહ જીવનની ગાડી ચલાવતો ચાલતો રહે છે . એમાં ઘણા દાયકાથી કોઈ પરિવર્તન નથી આવ્યું . કદાચ સમય ત્યાંથી આગળ જવા માંગતો જ નથી .           ઘણા ખૂણા ખાચરા પછી એ ચાલ આવે છે . અજાણ્યો  માણસ તો ગોથા ખાતો ફર્યા કરે પણ ચાલનું છોકરું ભૂલું પડયાનો દાખલો બન્યાનું સાંભળ્યું નથી . ચાલ પાસે ઉતરો તો મોટો ખખડધજ દરવાજો આવે . એમાં ખીલાને બદલે કાણા વધુ બાકી રહ્યા હતા. આ ડેલો ચોવીસે કલાક ખુલ્લો રહેતો . કારણ એને બંદ કરવાની સુવિધા જ નોહતી . ડેલાની સામે જ નાના ખોખાના ઘર બાંધ્યા હોય તેમ નાના ઘર હારબંધ ઉભા હતા . માનો પ્રાથનામાં હરોળબંધ બેઠેલા વિદ્યર્થીઓ જ જોઈ લો . પણ મનની આંખોથી જુવો તો એક એક ઘર એક એક મહાગ્રંથ સમેટીને બેઠેલું દેખાય . પણ એવુ જોવા કોની પાસે સમય છે .          સવાર પડતા જ ડેલાની પાસેના નળ પર રેશનની દુકાનની જેમ લાઇન લાગે છે . પાણી માટે ઘણીવાર ઝગડા , માથાકૂટ ને ક્યારેક બેડાયુદ્ધ  થતા . એમાં જ રહેતા આપણા  માધવરાય .  ચાલો મળીયે માધવરાયને....          કામથી થાકેલા ખાટલામાં ઊંઘતા હોય એ સમયે માધવરાય નિત્યક્રમમાં લાગી જતા . ધોતિયું ઝભ્ભો પહેરી એ કોઈ બીજા યુગના માનવી દીસતા. પુરેપુરા ભારતીય . પાક્કા ભારતીય . તમે સુતા હોવ ને કાનમાં શ્લોકો ના શબ્દો અથડાય તો સમજવું કે માધવરાયનો દિવસ ઊગી ગયો . સવારે પાંચ વાગે પૂજાવિધિ પુરી કરી , બહુ થોડી વધેલી પરસાળમાં કોઈને અડચણ ના થાય તેમ ખુરસી ઢાળી , માથે ત્રિપુંડ તાણી , આંખો પર વર્ષો જુના રીપેર કરેલા ચશ્મા પહેરી એક હાથમાં પેન બીજા હાથમાં છાપું લઈ સાતના ટકોરે બેસી જવું એ એમનો નિયમ .      છાપાનો ખૂણેખૂણો વાંચી ના લે ત્યાં સુધી એમને જપ ના થતો . તમામ સમાચાર એવી તલ્લીનતાથી વાંચતા કે ક્યારેક બાજુમાં બેસી ગયેલા શ્વાન , બિલાડી તરફ પણ તેમનું ધ્યાન ના જતું . દસ વાગે ત્યાં સુધીમાં છાપું વંચાઈ જતું . બરાબર દસ પંદરના ટકોરે એ ખભે બગલથેલો લઇ નીકળી પડતા .  બગલથેલો દેવા આવતા એમના ધર્મપત્ની ભગવતી ઘણીવાર એમના સાથી કરતા કહ્યા વિના સઘળું સમજતા સ્નેહી વધારે લાગતા. કહ્યા વિના સાડા સાતે ચાનો કપ, દસ વગે બગલથેલામાં પેન, પેન્સિલ , થોડા રંગો, નાસ્તાનો જીણકો ડબરો મૂકી એમના પતિને આપી દેવો . કદાચ બંનેને એકબીજાની ટેવ પડી ગઈ હશે .           માધવરાય ચાલથી પંદરેક મિનિટના અંતરે આવેલી સરકારી શાળામાં મહેતાજી હતા. સવા દસે એ ઘરેથી નીકળી જતા . ધીમે પગલે એ શાળા સુધી ચાલતા ચાલતા જ પોહચી જતા. ચાલતી વખતે કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા હોય તેમ પોતાની ધૂનમાં ચાલ્યા જતા. એ શાળાના દરવાજામાં પગ મૂકે ને ઘંટ વાગે . કયારેક તો થતું કે માધવરાય પગ મૂકે ત્યારે ઘંટ વાગે છે . કોને ખબર કેટલા વર્ષો વહી ગયા . આ રસ્તો ને આ દરવાજા ને જોતા .            એ જ ધીમા પગલે માધવરાય શાળાની ઓફીસ બાજુ ચાલ્યા . આજુવાજુ  શાળાની ચારેબાજુ કમ્પાઉન્ડ દિવાલથી ઘેરાયેલી ઘણીવાર બંધિયાર લાગતી . મોટું મેદાન , વચ્ચે ઉભેલા થોડા ઘણા લીમડા, આસોપાલવ , ગુલમહોરના વૃક્ષો આંખ પર થોડી ઠંડક આપે છે . ખાસ કરું દરવાજા પાસે જ ઉભેલા આસોપાલવથી ખૂબ સારી શોભા થતી. દરવાજાથી ઓફીસ સુધી બનાવેલી બ્લોકની પગદંડી કોઈ મંજિલ તરફ લઈ જતી માલુમ થતી . તો દીવાલથી પાંચેક ફૂટની ક્યારી બનાવી તેમાં ગુલાબ , કરેણ , ગલગોટા , ચંપો , સૂરજમુખી જેવા ફૂલ તો સાથે તુલસી , અરડૂસી , કુંવારપાઠું જેવી ઔષધી શાળાને આભાસી વનનો  દેખાવ આપતા . થોડીવાર ઉભા રહી આ બધું જોવાનું મન થાય એવી શાળામા માધવરાય ઓફીસ બાજુ ચાલ્યા .             શાળામા ઘણાખરા બાળકો આવી ગયા છે . મોટા ધોરનાં કેટલાક છોકરા છોકરીયું સફાઈ કરતા હતા . કોઈ ઓફિસમાં પાણીની વ્યવસ્થા તો કોઈ પ્રાથનાની તૈયારીમાં હતા. થોડા પુરા તૈયાર તો થોડા મેલઘેલા છોકરા મેદાનમાં આવી ગ્યાતા . કોઈ ટોળે વળી ગપાટા મારતા હતા તો કોઈ એકલા એકલા ફાંફાં મારતા હતા . ખબર નહીં શેની શોધમાં હતા . બરાબર અગિયારના ટકોરે પ્રાથના શરૂ થઈ . અને શાળાના શ્વાસ શરૂ થય ગયા .               આજુબાજુની પાંચેક મોટી ચાલો વચ્ચે આ એક જ શાળા હતી . સરકારી ......સરકારે પોતાનું કામ પૂરું કર્યું હતું . લગભગ દસેક વર્ષથી માધવરાય અહીં જ હતા . ચાલો ના વિવિધ ભાષી , રિવાજો , સન્નસ્કૃતિ વાળા વિવિધ પ્રકરના બાળકો અહીં આવતા ને ........             વંદે માતરમ પૂરું થયુ . બાળકો લાઈનબદ્ધ પોતપોતાના વર્ગો માં ગોઠવાયા . ઓફિસમાં આવજો ગુંજવા લાગ્યા .         " કેમ વિષ્ણુભાઈ , રજા  પરથી આવી ગયા કે " કેહતા રવજીભાઇએ હસતા હસતા ફાઇલ હાથમાં મૂકી ખુરશી પર જમાવ્યું .        " હા .સાહેબ . આવવું તો પડશે જ ને . એમાં કઈ ચાલશે . ગામડે મરણ થઈ ગયું છે . બારમા સુધી રેવું પડે પણ શું કરીએ . આવવું તો પડે જ ને ? એટલે તમારા બેનને ત્યાં મૂકી આવી ગયો . વિચારું છું કે શનિવારે રાતે વળી જઈ આવીશ . " કૈક દુઃખના ભારથી દબાયેલા વિષ્ણુભાઈએ વાત કરી .         " કોનું મરણ થયું છે વિષ્ણુભાઈ ?" કેહતા માધવરાયે સહાનુભૂતિભર્યા સ્વરમાં પૂછ્યું .          "  ગામમાં મારા મોટા ભાઈ છે . એમનો દીકરો ખેતરમાં દવા છાંટતા છાટતાં દવાની અસર થઈ ને ........" આંખોમાં આવેલા આંસુ રોકી વિષ્ણુભાઈ આગળ બોલી ના શક્યા .    " અરે! ....." કેહતા માધવરાય પણ વિષ્ણુભાઈના દુઃખમાં થોડા વિચલિત થઈ ગયા .          માવજીભાઈ આચાર્ય, ખોડાભાઇ, મનુભાઈ પોતાના કામમાં હતા પણ આ વાત સાંભળી એ કામ એક બાજુ રાખી બધા વિષ્ણુભાઈ ફરતે ગોઠવાય  ગયા. ઘડીભર તો કોઈ કાઈ બોલ્યું નહીં . આખરે માવજીભાઈ મૌન તોડ્યું .        " વિષ્ણુભાઈ સું કરીએ. આ નોકરી છે જ આવી . ઘણીવાર બધું છોડવું પડે છે . હું અધિકારી હોત તો તમને તરત રજા આપત પણ શું કરું ચૂંટણી આવે છે . પરમ દિવસે મિટિંગ છે ને કોઈને પણ રજા......" માવજીભાઈ પણ એટલું વાક્ય અધુરું છોડી પોતાની ખુરશીમાંથી ઉભા થઇ બધામાં ભળી ગયા .         "ચાલો . હવે . વર્ગમાં જઈએ . "માધવરાય બોલ્યા .        બે ઘડી પેલા ભરેલો આખો ઓફીસરુમમા હવે માત્ર માવજીભાઈ વધ્યા . એ પણ આજના પરિપત્ર અને ચૂંટણી ના કાગળિયાં કરવામાં લાગી ગયા.      માધવરાય પણ વર્ગમાં જઇ બાળકો સાથે પોતાના કામમાં લાગ્યા . હજી શિક્ષકો એ શીખવવાનું શરૂ જ કર્યું ત્યાં આઠમા ધોરણનો રવજી બધે ફરવા લાગ્યો . "બધા સાહેબને માવજી સાબ ઓફિસમાં બોલાવે છે " ....ને બધા વળી સ્ટાફરૂમમાં આવી પોગ્યા .         " વળી પાછું શુ આવ્યું સાહેબ ?" જત્તા જ ખોદભાઈ હાસ્ય વેરતા આચાર્યને પૂછી જ લીધું .      " શુ કરશું ખોડાભાઈ , નોકરી લોધી છે તો બધું કરવું તો પડશે જ . " માવજી ભાઇ પણ હસી પડ્યા . "બેસો "         બધા ગોઠવાયા.      " જુવો . પરમદિવસે ચૂંટણીની મિટિંગ છે .એ તો તમને ખ્યાલ જ છે . હવે એના જ અનુસંધાને આ નવો પરિપત્ર થયો છે . એ વાંચી જાવ . " કહી માવજીભાઈએ એક કાગળ શિક્ષકો આગળ ધર્યો. ત્યાં તો ખોડાભાઈ બબડી પડ્યા .       " શુ માવજીભાઈ . કેટલા પરિપત્ર વાંચસુ . ?!  માત્ર એટલું કહી દો કે કરવાનું શુ છે ? "       " હા . સાહેબ . એ પણ સાચું . " કહી માવજીભાઈએ કાગળ ટેબલના ખાનામાં મૂકી દીધો . બધાના મોં પર હાશકારો થ્યો. પણ ત્યાં તો માવજીભાઈએ ટેબલના મોટા ખાનામાંથી વળી એનાથી મોટો કાગળ કાઢ્યો . ને બધાની આંખો ચાર થઈ ગઈ.         " આ શું .માવજીભાઈ . તમે તો એક પછી એક કાગક કાઢતા જ રહો છો . " હસતા હસતાં મનુભાઈ ખખડી જ પડ્યા. થોડીવારમાં તો આખો સ્ટાફફરૂમ ખખડી પડ્યો . બહારથી તો એમ જ લાગે કે બધા શિક્ષોકો ભેગા મળી વાતોના વડા જ કરતા લાગે છે. બસ બેઠા બેઠા પગાર જ ખાવો છે .           પણ હવે માવજીભાઈએ મૂળ વાત કરી . દરેક શિક્ષકો ની ખાનગી વિગતો માંગી છે . એક શિક્ષકની ચોત્રીસ કોલમ ભરવાની છે. તકલીફ એ છે કે એ ઓનલાઈન અને કાગળ બંને રીતે તાલુકામાં પોહચડવાની છે . "હે? " બધાના મોમાંથી નીકળી ગયું.           " તો મનુભાઈ તમારી મદદ ની જરૂર પડશે . "     " હા . સાહેબ કરી દઈએ . એમાં કઈ ચાલશે ." આચાર્યને સાથ દેવા મનુભાઈ ત્યાં જ રોકાયા અને બાકીના કાગળ પર ચોત્રીસ કોલમનો કાગળ બનવવામાં મશગુલ બન્યા.        તે દિવસ ઓનલાઈન અને ઓફલાઇન ચોતરીસ કોલમનો કાગળ તૈયાર કરવામાં જ ગયો .        થોડા દિવસોમાં ચૂંટણી પણ ગઈ પરંતુ તે પોતાની સાથે સાત દિવસ લેતી ગઈ . ત્યાં સ્વતંત્ર દિવસ આવી ગયો .        પણ આ વખતે શિક્ષકો એ સાથે મળી પોતાની આ દશા ગામલોકો અને અધિકારીઓ સુધી પોહચડવા એક પ્રયત્ન કરવાનું નક્કી કર્યું . સાથે મળી પડતી તમામ મુશ્કેલી ની ભેગા મળી નોંધ કરી અને ગામ સુધી પોહચડવા કટિબદ્ધ થયા. સાથે સાથે ભેગા મળી વકૃત્વમા હથોટી ધરાવનાર માધવરાય આ વાત રજુ કરે એવું નક્કી થયું ને માધવરાય તૈયારીમાં લાગી ગયા. કાઈ વાત ક્યાં મુકવી તેની તૈયારી થવા માંડી તો બાળકો પણ દેશભક્તિ ગીત ,નાટક જેવા કાર્યક્રમો ની તૈયારીમાં લાગ્યા.     ***** ***** ******* ****** *****              જેની તૈયારી વિદ્યાર્થી અને શિક્ષકો બન્ને કરતા હતા એ સ્વતંત્રતા દિવસ આવી ગયો . નાળિયેરીના પાંદડા , આસોપાલવના પાંદડાથી શાળાને શણગારવામાં આવી . ગામના તમામ લોકોને, સરપંચને , તાલુકાના અધિકારીઓને , જિલ્લાના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવેલા.          ને ... એ સાથે જ મહેમાનો આવતા જ રાબેતા મુજબનો કાર્યક્રમ શરૂ થયો . ને એમ જ બાળકોના કાર્યક્રમો બાદ ઇનામ વિતરણ થયું.        હવે શાળાના આચાર્યશ્રી ઉભા થયા અને જાહેરાત કરી.       " તમામ ઉપસ્થિત મહેમાનો . આજનો કાર્યક્રમ પૂરો થયો છે . પણ હવે અંતમાં આ જે આપણા ગામની શાળા છે જે ગામનું ભવિષ્ય છે તેના અનુસંધાનમાં અમે તમામ શિક્ષકો એક વાત રજુ કરવા માંગીએ છીએ . તો શિક્ષકશ્રી  માધવરાયને વિનંતી કરું કે તે શાળા વતી વાત રજુ કરે." કહી માવજીભાઈ બેસી ગયા .          "આ સાહેબને વળી શી વાત કેવાની હશે .? "એ વિચારે બધા એકનજરે માધવરાય ને જોઈ રહ્યા.           સફેદ ધોતી આછું પીળું અંગરખું પેરી માધવરાય સભા મંચ પર આવ્યા. માયક પાસે જઈ શાંતિથી કોઈ જાતની ચિંતા વગર ગામના ચોરમાં વાર્તા કેવા ઉભા થયા હોય તેમ વાતની શરૂઆત કરી.         " તમામ પધારેલ મહેમાનો . શાળાના દીકરા દીકરીઓ . આજે કોઈ ભાષણ કરવા ઉભો નથી થયો .પણ એક એવી વાત કરવા આવ્યો છું જે ભવિષ્ય માટે ખૂબ અગત્યની છે .         આજે મારે એવી નાતની વાત કરવાની છે જે હવે મરવાને આરે ઉભી છે . એ નાત છે અમારી નાત..... શિક્ષકોની નાત. પણ ઘણાને થશે કે શિક્ષકો ને શુ વાંધો છે ? બસ ખુરશીમાં બેઠા બેઠા પગાર જ ખાવો છે ને ? " હાસ્ય સાથે માધવરાય વાત કરતા જતા હતા. ઘણાને હસવું આવી ગયું . બધાને આનંદમાં આવેલા જોઈ માધવરાયે હવે કડવી વાત સાથે સાથે વણી જ લીધી .        વાત નો દોર હાથમાં લેતા લેતા  માધવરાય બોલ્યા ." હા હા સાચું વાત છે . ઘણા તો એવું જ મને છે કે બધા માસ્તરો હરામનો પગાર જ ખાય છે . પણ મારે એ વાત કરવી છે કે હવે સમય બદલાય ગયો છે . સરકાર નથી ઇચ્છતી કે અમે બાળકોને ભણાવીએ ...અને તે માટે સરકારે અથાક મેહનત કરી એટલા બધા કામ શિક્ષકો માથે ફટકારી દીધા છે કે અમે બાળકોને ભણાવવા ઇચ્છીએ તો પણ ભણાવી ના શકીએ.        જ્યારે અમરામાંથી  કોઈ શિક્ષક ખંભે થેલો નાખી ગામના બધાના ચૂંટણી કાર્ડની કામગીરીમાં નીકળે ત્યારે ગામના ઘણા લોકોને મેં હસતા જોયા છે . પણ થોડું મગજ વાપરી વિચારો એ ગામનાં લોકો શિક્ષક પર નહી  તમારા બાળકોના ભવિષ્ય પર હસતા હોય છે. બાળકોને એકલા મૂકી એ તમારા ચૂંટણી કાર્ડ ની કામગીરી કરે છે . ક્યારેય વિચાર્યું કે બાળકોનો કેટલો સમય બગડે છે .        આવા આધાર કાર્ડ , રેશન કાર્ડ , બેંકના ખાતા , બેંકની હેરાનગતિ , વસ્તી ગણતરી ,ચૂંટણી - તમામ , એની મીટીંગો , ઉત્સવો , વિવિધ મેળાવડા , એમા ગામને લઈ જવાનું , લાવવાનું , સર્વે , ગાંડાની ગણતરી , તાલીમો , કેટલા કાર્યક્રમો અને બધાના પાછા ફોટા સાથેના અહેવાલ ....આ બધું એક બિચારો બાપડો શિક્ષક કરતો જાય છે .....ક્યારે ભણાવીએ .....જવાબ આપો"  ... કહી માધવરાય લાગણીમાં બોલી ગયા .     માધવરાય હવે વાત અધૂરી મુકવા નોહતા માંગતા . ગામ ,અધિકારીઓ ફાટેલી આંખે આ જોઈ જ રહ્યા.અસર થયેલી જોઈ માધવરાયે આગળ ચલાવ્યું.      "ધારો કે એમાંથી પણ રસ્તો કાઢી ઘણા કાગઠિયા શિક્ષકો તોય ભણાવવાનો રસ્તો કાઢી લીધો. તો સામે સરકાર છેલ્લી પાટલીએ બેસી ગઈ . નિયમ લાવી દીધો . ધોરણ ૧ થી ૮ મા કોઈને નાપાસ નહીં કરવાના , નામ કમી નહીં કરવાના , આવડે કે ના આવડે , ભલે વર્ષમાં એક જ દિવસ આવે , એકડો પણ ના આવડ્યો હોય તોય પાસ કરી દેવાના ......આ ઘા મારા ગામના લોકોનો મારે કહેવું છે જનોઈવાઢ થયો . એક વાલીની દીકરી પેહલા ધોરણમાં એક જ દિવસ આવી છતાં એ પાસ થઈ બીજામાં આવી તયારે એ સમજુ વાલી હસી પડ્યા તા . ખરેખર તો એ આ શિક્ષણ પદ્ધતિ પર હસી રહ્યા હતા . અને હું બસ જોઈ રહ્યો કેમકે કોઈને કઈ પણ કહેવાની મને સતા નથી .           અને આ બધું ચાલી રહ્યું છે . કેમ ?  આપણે ચાલવા દઈએ છીયે. બાળકના અભ્યાસ માટે બોલાવેલી મીટીંગમાં કોઈ વાલી ફરકતા નથી ને શિસ્યવૃત્તિ વખતે અમારે વાલીની હરોળ બનાવવી પડે છે . ક્યારેક અતિ તોફાનમાં બાળકને એની ઉંમર પ્રમાણે શિક્ષા કરવી પડે છે. પણ તયારે વાલી શાળામાં આવી બાળક સામે જ શિક્ષક સાથે ઝઘડો કરતા અચકાતા નથી પણ નવાઈ ત્યારે લાગે કે એ જ વાલી ખાનગી શાળામાં એકદમ વ્યવસ્થિત વર્તન ખબર નહિ ક્યાંથી શીખી આવે છે . એમા જવાબદાર અમે છીએ . ઘણા શિક્ષકો પણ અધિકારીઓ આવે ત્યારે સાગલા વેડા કરી અમને સાવ છેલ્લી લીટીમાં ખેંચી જયા છે .પણ ઘણા કામ કામ કરવાવાળા છે. એનું તો વિચારો ...   ��     સરકાર તો ખાનગી શાળા ને મંજૂરી આપી આપી ગલી ખાંચકામાં શાળાઓ બનવા લાગી છે . પણ એના બધી " ખાસ  " બાબતો બધા વાલી પોહચી શકતા નથી . પરિણામે એ પાછળ ના પાછળ જ રહી જાય છે ને અમને નથી બનવવા દેતા.        અજબ છે , ના આવડે તો પણ પાસ, કઈ કેવાનું નહીં , વાલી ની કઈ જાવબદારી નહીં ,શાળાએ ના આવે તો પણ પાસ ને તેમ છતાં કથળેલા શિક્ષણ માટે માત્ર ને માત્ર શિક્ષક જ જવાબદાર.          થોડું વિચારો. ને અમને બચાવો .સાથે સાથે આપણા બાળકોને પણ .....આશા છે કે અમને તમારા સૌનો સાથ સહકાર મળશે . "      કહી આંખોમાં આવેલા આંસુને રોકી માધવરાય પોતાની જગયાએ બેસી ગયા. પછી બધા ચુપચાપ બેસી રહ્યા .આખરે ચોકલેટ વહેચણી થઈ ને બધા છુટા પડ્યા.       ******    ****** ****** ****** ****        બીજા દીવસે શાળામાં "હાથ ધોવાનો પરિપત્ર"  આવ્યો . ને બધા બાળકોને લાઈનમાં ઉભા રાખી એક હાથમાં ટબ લઈ શિક્ષકો બાળકોની સાથે  "હાથ ધોવાનો દિવસ " ઉજવવા લાગ્યા. સાથે કોઈ શિક્ષક તેમના ફોટા પાડી અહેવાલ લખવાની તૈયારીમાં લાગી ગ્યાતા ......રાબેતા મુજબ..                               
from Blogger http://ift.tt/2gnN60M via IFTTT
0 notes
gujarat-news · 3 years
Text
વરસાદે હાથતાળી આપતા ગુજરાતમાં જળસંકટ, અડધોઅડધ ડેમો ખાલી, Gujarat -News
વરસાદે હાથતાળી આપતા ગુજરાતમાં જળસંકટ, અડધોઅડધ ડેમો ખાલી, Gujarat -News
વરસાદે હાથતાળી આપતા ગુજરાતમાં જળસંકટ, અડધોઅડધ ડેમો ખાલી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot જો ગુજરાતમાં વરસાદ નહીં પડે તો પાણીની ખેંચ વર્તાશે ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં 25 ટકા જ પાણી ઉપલબ્ધ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 46.63 ટકા પાણી અમદાવાદ : ભરચોમાસામાં મેઘરાજાએ હાથતાળી આપી છે જેના કારણે ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી છે સાથે સાથે રાજ્યમાં…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
આણંદમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતી એનઓસી વિના ધમધમતી ફટાકડાની દુકાનો, Gujarat -News
આણંદમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતી એનઓસી વિના ધમધમતી ફટાકડાની દુકાનો, Gujarat -News
આણંદમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતી એનઓસી વિના ધમધમતી ફટાકડાની દુકાનો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સોમવારે આગની ઘટના છતાં હજુ તંત્રના પેટનું પાણી હલતું નથી – દુકાનદારો માત્ર દિવાળી ટાણે ખપપૂરતી એનઓસી મેળવતા હોવાથી અન્ય દિવસોમાં તોળાતું જોખમ વલ્લભવિદ્યાનગર : આણંદ શહેરમાં ફટાકડાની દુકાનમાં વિકરાળ આગ ભભુકી ઉઠવાની ઘટના બાદ તંત્રમાં હલચલ મચી છે. ત્યારે…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
વડોદરા: વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચૌદમું રતન બતાડવાની ફરી ચીમકી આપતા વિવાદ, Gujarat -News
વડોદરા: વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચૌદમું રતન બતાડવાની ફરી ચીમકી આપતા વિવાદ, Gujarat -News
વડોદરા: વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચૌદમું રતન બતાડવાની ફરી ચીમકી આપતા વિવાદ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા.03 ઓગષ્ટ 2021,મંગળવાર વડોદરા જિલ્લાના પાદરા ખાતે રાજ્ય સરકાર દ્વારા નિશુલ્ક અનાજ વિતરણ કાર્યક્રમ દરમિયાન વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય એ તેમના પ્રવચનમાં અધિકારીઓ લોકોના કામ નહીં કરે તો ચૌદમું રતન બતાવવું પડશે તેવી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
સત્તાધારી જુથ વિપક્ષને સાંભળવાની તક આપતુ નથી, Gujarat -News
સત્તાધારી જુથ વિપક્ષને સાંભળવાની તક આપતુ નથી, Gujarat -News
સત્તાધારી જુથ વિપક્ષને સાંભળવાની તક આપતુ નથી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – આણંદ પાલિકામાં વિપક્ષના વિરોધ વચ્ચે ફરી ગણતરીની મિનિટોમાં સભા આટોપાઇ – સર્વાનુંમતે તમામ કામો પૂર્ણ : પાંચ કામોમાં સુધારો નહીં કરે તો તમામ કામોમાં વિરોધ  વલ્લભવિદ્યાનગર,આણંદ : આણંદ નગરપાલિકાની આજે ધીરજલાલ શાહ ટાઉનહોલ ખાતે બપોરે ૧૨.૦૦ કલાકે પ્રમુખ, ચીફ ઓફિસરના અધ્યક્���સ્થાને…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
લગ્ન કરવા દબાણ કરી ધમકી આપતા યુવતીએ આપઘાત કર્યો, Gujarat -News
લગ્ન કરવા દબાણ કરી ધમકી આપતા યુવતીએ આપઘાત કર્યો, Gujarat -News
લગ્ન કરવા દબાણ કરી ધમકી આપતા યુવતીએ આપઘાત કર્યો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot એલિસબ્રિજ વિસ્તારમાં બનેલી ઘટના   ભુદરપુરામાં પિતાના ઘરની સાતમા માળની ગેલેરીમાંથી પડતું મુક્યું : પોલીસે દુષ્પ્રેરણના ગુનો નોંધ્યોે           અમદાવાદ : એલિસબ્રિજમાં રહેતી પરિણીત યુવતીને લગ્ન કરવા યુવકે ધાકધમકી આપતા કંટાળેલી યુવતીએ તેના પિતાના ભુદરપુરાના ઘરની સાતમા માળની…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત, Gujarat -News
માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત, Gujarat -News
માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ૧૫ વર્ષના કિશોરને માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેણે આવેશમાં આવીને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને    દરજી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ફોન કોલના માધ્યમથી પરીક્ષા આપતો ડમી પરિક્ષાર્થી પકડાયો, Gujarat -News
ફોન કોલના માધ્યમથી પરીક્ષા આપતો ડમી પરિક્ષાર્થી પકડાયો, Gujarat -News
ફોન કોલના માધ્યમથી પરીક્ષા આપતો ડમી પરિક્ષાર્થી પકડાયો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સિસ્ટર નિવેદિતા વિદ્યાલયના આચાર્યએ વિદ્યાર્થી અને ડમી પરિક્ષાર્થી સામે ફરિયાદ નોંધાવી ભાવનગર ધોરણ ૧૨ રિપીટર વિદ્યાર્થીની પરીક્ષા દરમિયાન એક મહિલાએ શાળામાં ફોન કરી કહ્યું તમારી સ્કૂલમાં બેસેલ એક વિદ્યાર્થી ડમી છે, મહિલાના ફોન કોલને લઇ શાળા સંચાલકોએ તપાસ કરતા…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
50મી વર્ષગાંઠ નિમીત્તે 11 સ્થળે રક્તદાન કેમ્પથી ઉશકેરાઇ: નૌતમ સ્વરૂપ સ્વામીનો ટકો તોડવાની ધમકી આપતો ઓડિયો વાયરલ, Gujarat -News
50મી વર્ષગાંઠ નિમીત્તે 11 સ્થળે રક્તદાન કેમ્પથી ઉશકેરાઇ: નૌતમ સ્વરૂપ સ્વામીનો ટકો તોડવાની ધમકી આપતો ઓડિયો વાયરલ, Gujarat -News
50મી વર્ષગાંઠ નિમીત્તે 11 સ્થળે રક્તદાન કેમ્પથી ઉશકેરાઇ: નૌતમ સ્વરૂપ સ્વામીનો ટકો તોડવાની ધમકી આપતો ઓડિયો વાયરલ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સ્વામીની સામાજીક અને ધાર્મિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા શબ્દો ઉચ્ચાર્યાઃ મોટા વરાછાના ફાસ્ટફુડના ધંધાર્થી વિરૂધ્ધ ફરીયાદ સુરતવડતાલ સ્વામીનારાયણ સંસ્થાનના ચેરમેન નૌતમ સ્વરૂપ સ્વામી અંગે અપશબ્દો ઉચ્ચારી હવે જો…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
સુરત: વેક્સિનેશનનો સંદેશ આપતી ગણપતિજીની મૂર્તિઓ બાદ હવે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહેલા ગણપતિજીની મૂર્તિઓ બનાવાઈ, Gujarat -News
સુરત: વેક્સિનેશનનો સંદેશ આપતી ગણપતિજીની મૂર્તિઓ બાદ હવે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહેલા ગણપતિજીની મૂર્તિઓ બનાવાઈ, Gujarat -News
સુરત: વેક્સિનેશનનો સંદેશ આપતી ગણપતિજીની મૂર્તિઓ બાદ હવે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહેલા ગણપતિજીની મૂર્તિઓ બનાવાઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot સુરત,તા. 26 જુલાઈ 2021,સોમવાર સુરતમાં ગણપતિજીની મૂર્તિઓની બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે .આ વર્ષે ગણપતિ મહોત્સવમાં કોરોના અને વેકસીનેશનનો સંદેશ આપતા ગણપતિજીની મૂર્તિઓ તો દેખાશે જ પરંતુ સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશન લેતા…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
વડોદરા કોર્પોરેશનમાં કોંગ્રેસને વિપક્ષ તરીકે માન્યતા નહીં આપતા કોર્ટ કેસની તા. 8 ઓગસ્ટે વધુ સુનાવણી, Gujarat -News
વડોદરા કોર્પોરેશનમાં કોંગ્રેસને વિપક્ષ તરીકે માન્યતા નહીં આપતા કોર્ટ કેસની તા. 8 ઓગસ્ટે વધુ સુનાવણી, Gujarat -News
વડોદરા કોર્પોરેશનમાં કોંગ્રેસને વિપક્ષ તરીકે માન્યતા નહીં આપતા કોર્ટ કેસની તા. 8 ઓગસ્ટે વધુ સુનાવણી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસના ચાર સભ્ય જ ચૂંટાયા હોવા છતાં વિપક્ષની માન્યતા અપાઇ છે વડોદરા,તા 26 જુલાઈ 2021,સ���મવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે માન્યતા નહીં અપાતાં કોંગ્રેસના સિનિયર…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
રવિવારે 4 હજાર લોકોને રસી આપતા આજે અછત સર્જાશે, Gujarat -News
રવિવારે 4 હજાર લોકોને રસી આપતા આજે અછત સર્જાશે, Gujarat -News
રવિવારે 4 હજાર લોકોને રસી આપતા આજે અછત સર્જાશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ભાવનગરમાં વેપારી સહિતના 4 હજાર લોકોને રસી અપાઈ  – 31 મી સુધીમાં વેપારી સહિતનાએ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લેવાનો હોવાથી ખાસ રસીકરણ કાર્યક્રમનુ આયોજન કરાયુ  ભાવનગર : ભાવનગર શહેરી વિસ્તારમાં વ્યાપાર-ધંધા, વ્યવસાય કે અન્ય વ્યાપારીક ગતિવિધિઓ સાથે સંક્લાયેલા લોકો માટે ભાવનગર…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
રોજમદારાને કોરોનાની ગાઇડલાઇનની સમજ આપતી પોલીસ, Gujarat -News
રોજમદારાને કોરોનાની ગાઇડલાઇનની સમજ આપતી પોલીસ, Gujarat -News
રોજમદારાને કોરોનાની ગાઇડલાઇનની સમજ આપતી પોલીસ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા.કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આજે શહેર પોલીસે ન્યાયમંદિર નજીક કામ મેળવવા  માટે ઉભા રહેતા શ્રમજીવીઓને કોરોનાની ગાઇડલાઇનના અમલ માટે સમજ આપી હતી.જે પૈકી કેટલાક શ્રમજીવીઓ પાસે માસ્ક પણ નહતા.તેવા લોકોને પોલીસે માસ્ક આપ્યા હતા. શહેર પોલીસ…
Tumblr media
View On WordPress
0 notes