#ichchharamjimaharaj
Explore tagged Tumblr posts
swaminarayan247 · 2 years ago
Photo
Tumblr media
💥 આજે ગઢડાનાં ભક્તિબાગમાં મહારાજના નાના ભાઈ ઇચ્છારામજી મહારાજ અને નંદસંતોના અગ્નિસંસ્કાર કરેલ તે સ્થાન ⭕ પાન્ડે શ્રીઈચ્છારામજીનો જન્મ ૧૮૪ર વૈશાખ સુદ ર 🤯 પાન્ડે શ્રીઈચ્છારામજીનો અવસાન ગઢપુર‌ સં.૧૮૮૩ 🔥 ◆ શ્રી ઈચ્છારામજી મહારાજ નો સંક્ષિપ્ત પરિચય ◆ નામ : પાન્ડે ઇચ્છારામજીભાઈ | ભગવાન શ્રી સ્વામિનારાયણનો બાલ્યાવસ્થામાં સગાસ્નેહીઓમાંથી સૌથી વધુ સ્નેહ પ્રાપ્ત કરનાર શ્રી ઈચ્છારામજી તેમના નાના ભાઈ હતા.🫂 તેમનો જન્મ ૧૮૪ર વૈશાખ સુદ ર ને દિવસે અયોધ્યા નગરી માં થયેલો.👤 તેઓે બાળપ્ર��ુ શ્રીઘનશ્યામ મહારાજ થી છ વર્ષ નાના હતા. તેમનો લગ્ન સંસ્કાર ગામ આંબલિયાના મંછારામની સુકન્યા વરિયાળીબાઈ સાથે થયા હતા. 🚨 શ્રી ઈચ્છારામજીને શ્રીહરિમાં અપાર પ્રેમ હતો. તેમની પ્રેમકહાની શાસ્ત્રોને પાને સુવર્ણા ક્ષરે નોંધાયેલી છે. જ્યારે શ્રીહરિ વનમાં ગયા ત્યારે સૌથી વધુ દુઃખ શ્રી ઈચ્છારામજીને થયેલું અને જ્યારે માયાતીતાનંદજીએ સમાચાર આપ્યા ત્યારે બંને ભાઈ સાથે નીકળેલા તો પણ ઈચ્છારામજી પહેલા લોયા પહોંચી ગયેલા. મોટાભાઈને મૂકીને ઈચ્છારામજી લોયા આવી પહોંચ્યા એ એમની ભક્તિની સાક્ષી છે. બસ, વર્ષોના અંતે જ્યારે પુનઃપ્રભુ મળ્યા ત્યાર પછીતો શ્રીહરિની આજ્ઞાથી દ્વારકાની યાત્રા કરી અને પરિવાર લાવી નિત્ય શ્રીહરિ સંગે રહ્યા. 🥲 આતુર થઈને ઇચ્છારામજી, કરવા લાગ્યા રૂદન । નાની ઉમરમાં મુકીને નાઠા, દયા ન આવી કાંઈ મન ।। હો ઘન૦ ।।૧૧।। હિંમત હારી ગયા વડીલ બંધુ, હું કેમ ધરું હવે ધીર । માતપિતા તમ પાસ રહ્યાં, મુજ કૃશ થયું છે શરીર ।। હો ઘન૦ ।।૧૨।। હુંફ ઘણી હતી તમારી મુજને, માતપિતાના સમાન । સુપ્રત કરીતી અમારી તમને, તે ભુલ્યા શું ભગવાન ।। હો ઘન૦ ।।૧૩।। તરછોડી દઈને ત્રાસ પમાડ્યો, કર્યો ન મનમાં વિચાર । કોણ હવે મારી સંભાળ લેશે, સુખદુઃખ વેળામાં સાર ।। હો ઘન૦ ।।૧૪।। નાના બંધુનો વિલાપ સુણીને, ધરા કંપી તેણી વાર । શોકાતુર થયા સઘળા લોક, નેત્રે વહે જળધાર ।। હો ઘન૦ ।।૧૫।। એમ રૂદન કર્યું ઇચ્છારામે, તન્મય થઈ મનમાંય । નરનારી સહુ એકે કાળે, રડવા લાગ્યાં છે રે ત્યાંય ।। હો ઘન૦ ।।૧૬।। #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #vadtalgadi #swaminarayanbhagwandarshn #jayswaminarayan #maharaj #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanstatus #svg #swaminarayan #vadtal #Vadtal #VadtalDesh #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #IchchharamajiMaharaj #ichchharamjimaharaj (at Gadhpur Gopinathji maharaj) https://www.instagram.com/p/CmzBLvHP9L4/?igshid=NGJjMDIxMWI=
0 notes