Tumgik
#૨૬૩
gujarat-news · 3 years
Text
સાયબર ગુનેગારે સીમ સ્વેપ કરીને એકાઉન્ટમાંથી ૨.૬૩ લાખ ટ્રાન્સફર કરી લીધા, Gujarat -News
સાયબર ગુનેગારે સીમ સ્વેપ કરીને એકાઉન્ટમાંથી ૨.૬૩ લાખ ટ્રાન્સફર કરી લીધા, Gujarat -News
સાયબર ગુનેગારે સીમ સ્વેપ કરીને એકાઉન્ટમાંથી ૨.૬૩ લાખ ટ્રાન્સફર કરી લીધા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા : ફોર વ્હીલરનું ગેરેજ ચલાવતા યુવાનના એકાઉન્ટમાં આપેલા મોબાઇલ નંબરના સીમકાર્ડને સ્વેપ કરીને  ૨.૬૩ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કરવામાં આવી હતી.જે એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા હતા, તે એકાઉન્ટ હોલ્ડરની વિગતો મેળવી સાયબર સેલ દ્વારા…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ગન કલ્ચર : અમેરિકાને હાથનાં કર્યા હૈયે વાગ્યા બુધવારે અમેરિકા ફરી એક વાર શૂટઆઉટથી ધણધણી ઉઠ્યું. એક બંદૂકધારીએ ફ્લોરિડાની હાઈસ્કૂલમાં આડેધડ ફાયરિંગ કરતા ૧૭ વિદ્યાર્થીઓનાં મોત થયા છે. ગોળીબાર દરમિયાન કેટલાક સ્ટૂડન્ટ્‌સ ગંભીર રીતે ઘવાયા હતા. તેમની ચીસાચીસથી સમગ્ર સ્કૂલ ધ્રુજી ઉઠી હતી. સ્થાનિક સમય અનુસાર આ ઘટના બપોરે અઢી વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના પાર્કલેન્ડની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં થઈ છે. આ શહેર મિયામીથી ૮૦ કિલોમીટર ઉત્તરમાં આવેલું છે.ગન કંટ્રોલનું અભિયાન ચલાવી રહેલી એક સંસ્થાના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૧૩થી દેશભરની સ્કૂલોમાં ફાયરિંગની ૨૮૩ ઘટનાઓ બની ચૂકી છે. મતલબ કે, આવી ઘટના છેલ્લા પાંચ વર્ષથી સપ્તાહમાં એક વાર બની રહી છે, જેનો ભોગ માસૂમ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ૨૦૧૭માં પણ અમેરિકામાં ગોળીબારની અનેક ઘટનાઓ ઘટી હતી. આડેધડ ફાયરિંગના કિસ્સાઓ બાદ દેશમાં હથિયાર રાખવાને લઈને કડક કાયદો બનાવવાની ચર્ચા ફરી શરુ થઈ શકે છે. અમેરિકામાં દર વર્ષે ૩૩ હજાર લોકો ફાયરિંગ સાથે સંકળાયેલી ઘટનાઓમાં મોતને ભેટે છે.અમેરિકામાં વધુ એક વખત થયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ અમેરિકાના ગન કલ્ચર પર સવાલો ઉભા કર્યા છે. જોકે ટેક્સાસમાં ગન રાખવાના કાયદા અત્યંત નબળા મનાય છે. જેને પણ ક્યાંકને ક્યાંક જવાબદાર ઠેરવવામાં આવે છે. જેમાં ટેક્સાસમાં ગન રાખવાના લાયસન્સ માટે પહેલી સપ્ટેમ્બરથી એપ્લિકેશન ફી ૧૪૦ થી ૪૦ ડોલર કરી દેવામાં આવી છે. ટેક્સાસમાં સુરક્ષાના કારણોસર હેન્ડ ગન લાયસન્સને પણ સરળતાથી મંજૂરી મળી જાય છે. આ લાયસન્સ ક્લાસ રૂમમાંથી પણ મેળવી શકાય છે. ગત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચૂંટણી અભિયાન માટે ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ રાઈફલ એસોસિએશન પાસેથી મસમોટુ ભંડોળ મેળવ્યું હતું. આ સંગઠન અમેરિકાની સૌથી મોટી ગન રાઈટ લોબી છે જે વર્ષે ૯૦ હજાર કરોડનો વાર્ષિક બિઝનેસ કરે છે. આવી લોબીઓની ખૂબ ઉંચે સુધી પહોંચ હોય છે. જેથી આ પ્રકારની લોબી પાસેથી ભંડોળ લેનારા ટ્રમ્પેને પણ તેમની સામે કાર્યવાહી કરવી મુશ્કેલી બની રહી હોય તેમ મનાય છે અને આથી જ જ્યારે પણ ફાયરિંગની ઘટના બને તે પછી ગન કલ્ચર ખતમ કરવાની વાતો શરૂ થતા જ અટકી જાય છે.તાજેતરમાં આ પ્રકારના વધતા બનાવો બાદ અમેરિકામાં ગન કલ્ચર સામે હવે અવાજ બુલંદ થતો જાય છે. અમેરિકામાં કેટલાક જામણ��રી પાંખના શ્વેત ઉદ્દામવાદીઓએ વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે ડઝનબંધ હુમલાઓ કર્યા છે. આ લોકો અમેરિકાના ઉદાર ગન લૉઝનો ફાયદો ઉઠાવી સહેલાઈથી શસ્ત્રો ખરીદી લે છે. અમેરિકામાં ઉદાર કાયદા હોવાથી અમેરિકામાં જ ઉછરેલા ત્રાસવાદીઓ કોઈ પણ સ્ટોરમાં જઈને ડઝન જેટલા લોકોને મારવા માટે બંદૂક કે વિસ્ફોટકો આસાનીથી ખરીદી શકે છે અન તેમને કોઈ પણ સવાલ નથી કરાતો, જ્યારે યૂરોપમાં આ શક્ય નથી, કારણ કે યૂરોપમાં દુકાનમાંથી ગન ખરીદવી લગભગ અસંભવ છે. હવે અમેરિકાના જાણીતા અખબાર ન્યુયૉર્ક ટાઇમ્સે પોતાના તંત્રી લેખમાં બંદૂક રાખવા પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. તે અગાઉ વૉશિંગ્ટન પોસ્ટ પણ કહી ચુક્યું છે કે દેશમાં બંદૂક ખરીદવાના ઉદાર કાયદાએ સામાન્ય લોકોના નરસંહારનો માર્ગ મોકળો કરી આપ્યો છે.એવરીટાઉન ફોર ગન સેફ્ટી અભિયાન અંતર્ગત આપવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, ૨૦૦૨થી ૨૦૧૩ સુધીમાં દુનિયાભરમાં આતંકવાદી ગોળીઓથી માર્યા ગયેલાઓ અમેરિકીઓની સંખ્યા ૨૬૩ હતી.જ્યારે આ જ સમયગાળામાં અમેરિકામાં બંદુક સંસ્કૃતિને કારણે મોતને ભેટનાર માણસોની સંખ્યા ૧,૪૧,૭૯૬ હતી. એટલે કે આતંક કરતાં અમેરિકી બંદુકની સંસ્કૃતિને કારણે અમેરિકામાં ૧૪૦૦ ગણાં મોત થયાં હતાં. સ્થિતિની ગંભીરતા તેમાંથી પણ બહાર આવે છે કે આતંક, યુધ્ધ, એઈડ્‌સ કે ડ્રગ્સના દુષણ એમ તમામને ભેગાં કરો તો પણ બંદુકની સંસ્કૃતિને કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે.ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં બનેલી ૧૪ જેટલી ઘટનાઓના અપરાધીઓ માનસિક રીતે બીમાર અને ગુનેગાર હોવા છતાં આ લોકો સહેલાઈથી ગન ખરીદવામાં સફળ રહ્યા છે. અમેરિકામાં લાસ વેગાસમાં રવિવારે બનેલી ઘટના તો આવી ઘટનાઓમાં એક ઉમેરણ માત્ર છે. આવા બનાવોને કેવી રીતે બંધ કરવા તે અમેરિકી સમાજ વિચારતું જ નથી. ઉલટાનું, વ્યકિતગત સ્વતંત્રતાને આડમાં આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહે છે. ત્યાં સુધી કે નિવાડા જેવા રાજ્યમાં તો બંદુક રાખવા માટે તમારે સરકારી પરવાનગી લેવાની પણ જરૂર હોતી નથી.ઓસ્ટ્રેલિયામાં પણ એક સમયે બંદુકનું હિંસક કલ્ચર હતું. જોકે, ૧૯૯૬માં તાસ્માનિયામાં એક બંદુકધારીએ ૩૫ લોકોને મારી નાંખ્યા પછી ત્યાંની સરકાર સફાળી જાગી હતી અને કાયદો કડક કરી નાંખ્યો હતો. હવેથી ઓસ્ટ્રેલિયામાં બંદુક ખરીદવી અને તેને રાખવી એટલી સહેલી નથી. આ કાયદા પછી ઓસ્ટ્રેલિયમાં જનસંહારની આવી કોઈ ઘટના બની નથી. સિડની મોર્નિગ હેરાલ્ડમાં પ્રકાશિત એક લેખમાં માઈકલ પાસ્કોએ તે વખતે લખ્યું હતુંઃ‘અમેરિકા એ હદ સુધી અપરિપકવ સમાજ છે કે તેમને બંદુકથી રમવા માટેની પરવાનગી પણ આપવી જોઈએ નહીં. અમેરિકા હજુ પણ તેમની કોર્ટમાંથી આદેશ અપાવીને માણસોને મારવા માટેના ચુકાદા પસાર કરાવે છે.’અમેરિકામાં આ ગન કલ્ચરનો પ્રભાવ કેટલો છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે દુનિયામાં સામાન્ય નાગરિકો પાસે કુલ ૬૫ કરોડ હથિયારો છે. આ પૈકી અડધોઅડધ એટલે કે લગભગ સવા ૩૨ કરોડ હથિયારો તો અમેરિકનો પાસે જ છે વિશ્વમાંકોઇ પણ વ્યક્તિનાં હૈયાં હચમચી નાખે તેવી સોમવારે અમેરિકામા લાસવેગાસ ખાતે ઘટના બની. કોઇ માથાની ફરેલી વ્યક્તિએ ચાલી રહેલા સંગીતના જલસાને માણી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક જણને મારી નાખ્યા અને બસો જેટલાને જખમી કર્યા! ૬૪ વર્ષના સ્થાનિક રહેવાસી સ્ટીફન પેડોગે આવું શા માટે કર્યુ હશે. એ કદાચ હવે જાણી નહી શકાય કારણ કે સ્વાત નામના સુરક્ષા દળે તેને ત્યાં જ પતાવી દીધો છે. કહે છે કે અમેરિકાના ઇતિહાસમાં આ રીતે આટલી મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિક દ્વારા કરવામાં આવેલો માનવસંહાર એ પહેલી ઘટના છે. અત્યંત ઊંડાણપૂર્વક વિચાર કરતા કરી દે તેવી ઘટના છે. જોકે અમેરિકા માટે આ નવું નથી. આના જેવી જ ગંભીર ઘટના ગયા વર્ષે જૂન ૨૦૧૬માં બની હતી જેમાં અંધાધૂંધ ગોળીબારમાં ફલોરિડાની નાઇટ કલબમાં ૪૯ જણને મારી નાખવામાં આવ્યા હતાં. આશ્ર્‌ચર્ય થાય કે અમેરિકા જેવા ધનાઢય અને શસ્ત્રસજ્જ દેશમાં આવું કેમ બનતું હશે! આજે શસ્ત્રસજ્જ શબ્દ છે. એ જ આવી ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ છે. જવાબદાર છે અમેરિકાની બંદૂક સંસ્કૃતિ. એ એટલા માટે કે ગુજરી બજારમાં જેમ નાનાંમોટાં રમકડાં વેચાતાં હોય અને લોકો ખરીદે તે રીતે અમેરિકામાં બંદૂકો વેચાતી હોય છે અને કોઇપણ વ્યક્તિ તે ખરીદી શકે છે. પછી કોઇ પણ રીતે તેનો કોઇપણ બહાને કોઇ પણ કારણે તેનો દુરૂપયોગ થતો હોય છે. અમેરિકામાં એનો ભય સેવાઇ રહ્યો છે કે જો ત્યાં આવો કાયદો ઘડાય તો આંતરવિગ્રહની શકયતા છે. કાયદો ન ઘડી શકવા પાછળ પણ રાજકારણ કારણરૂપ છે. એટલે સુધી સંહાર થયો છે અને થાય છે કે કોઇએ પણ બંદૂક સંસ્કૃતિને નિયંત્રિત કરવાનું ફરજિયાત લાગે. આ ��ર્ષમાં જ અમેરિકામાં ૧૦ હજારથી વધારે અમેરિકી નાગરિકો આ બંદૂકો દ્વારા માર્યા ગયા છે. આાંકડો નાનો તો નથી જ. ૨૦ હજાર માણસોએ પોતાની બંદૂક વડે જ આપધાત કર્યા છે. પિસ્તોલોનો પ્રહારથી મૃત્યુ પામેલા અને જખમી થયેલાનો આંકડો એક લાખની નજીક જાય તેમ છે.અમેરિકામાં તેનાથી ઊલટી સ્થિતિ છે ને ત્યાં બંધારણીય રીતે જ લોકોને હથિયારો રાખવાનો અધિકાર મળેલો છે. અમેરિકામાં વરસોથી એવા કાયદા છે કે જેના કારણે ગમે તે વ્યક્તિ હથિયાર રાખી શકે છે. અમેરિકામાં કુલ ૫૧ રાજ્યો છે ને દરેક રાજ્યમાં પોતપોતાના અલગ કાયદા છે પણ મોટા ભાગનાં રાજ્યોમાં હથિયારો રાખવાના કાયદા હળવા છે. ગણતરીનાં રાજ્યો એવાં છે કે જ્યાં હથિયારો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ને આવાં રાજ્યોની સંખ્યા માંડ છ છે. ઘણાં રાજ્યોમાં હથિયારો માટે લાયસંસ ફરજિયાત છે પણ એ એક ઔપચારિકતા છે. તેના માટે આકરા કહેવાય તેવા નિયમો નથી ને તેના કારણે ગમે તે વ્યક્તિ લાયસંસ લઈને હથિયાર રાખી શકે છે. તેના કારણે અમેરિકામાં બેફામ હત્યાઓ થાય છે ને નાની નાની વાતમાં લોકો બંદૂક કાઢીને ગોળી ઠોકી દેતાં અચકાતા નથી. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતીઓની હત્યાની જે પણ ઘટનાઓ બની તેના પર નજર નાખશો તો પણ ખ્યાલ આવશે કે ત્યાં લોકો ફાલતુ વાતમાં પણ ઉશ્કેરાઈને ગોળીઓ ઠોકી દે છે. અમેરિકામાં આ ગન કલ્ચરનો પ્રભાવ કેટલો છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે દુનિયામાં સામાન્ય નાગરિકો પાસે કુલ ૬૫ કરોડ હથિયારો છે. આ પૈકી અડધોઅડધ એટલે કે લગભગ સવા ૩૨ કરોડ હથિયારો તો અમેરિકનો પાસે જ છે. અમેરિકાની વસતી ૩૨ કરોડની આસપાસ છે એ જોતાં એવું કહી શકાય કે અમેરિકામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેની પાસે ખાનગી હથિયાર ના હોય.અમેરિકામાં આ ગન કલ્ચર સામે લોકોમાં આક્રોશ નથી એવું નથી પણ તેને નાબૂદ કરવું શક્ય નથી. તેનું કારણ એ કે, આ ગન કલ્ચર અમેરિકાની લાઈફસ્ટાઈલ સાથે ને ખાસ તો અમેરિકનોના અહમ સાથે જોડાઈ ગયું છે. તેના પર અંકુશની વાત આવે એટલે લોકોનો અહમ ભડકે છે ને તેના કારણે એ શક્ય નથી બનતું. બીજું એ પણ છે કે તેની સાથે અબજો રૂપિયાની ઈકોનોમી સંકળાયેલી છે ને તેના કારણે પણ તેના પર નિયંત્રણ શક્ય નથી.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડની જીત : જેસન રોયના તોફાની ૧૮૦ મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ૩૦૪ રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૪૮.૫ ઓવરમાં ૩૦૮ રન માત્ર પાંચ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે તરફથી રોયે યાદગાર ઇનિંગ્સ રમતા ૧૫૧ બોલમાં ૧૬ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૧૮૦ રન ફટકાર્યા હતા જ્યારે રુટે ૯૧ રન બનાવ્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે રોયની પસંદગી કરાઈ હતી. હાલમાં ઘરઆંગણે એસિઝ શ્રેણીમાં ૪-૦થી જીત મેળવી લીધા બાદ ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીમાં છવાશે તેમ માનવામાં આવી રહ્યું છે પરંતુ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે તેને કારમીરીતે હાર આપી છે. હાલમાં પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ અગાઉ ડ્રોમાં પરિણમી હતી. ધારણા પ્રમાણે જ ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોને બીજા દાવમાં આઉટ કરી શક્યા ન હતા. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૨૬૩ રન બનાવી લીધા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. ત્રીજી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. પર્થ ખાતેની ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ઇનિગ્સ અને ૪૧ રને જીતી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
સિડની ટેસ્ટ : માર્શ બંધુની સદી, ઇંગ્લેન્ડ ઉપર સંકટ સિડની ખાતે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના ગઇકાલે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેની સ્થિતિ અતિ મજબૂત બનાવી લીધી હતી. ઓસ્ટ્રેલિયા ચાર વિકેટ ગુમાવીને ૪૭૯ રન બનાવી લીધા હતા. ગઇકાલના સ્કોરથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાએ મજબુત બેટિંગ જારી રાખી હતી. માર્શ બંધુઓએ સદી ફટકારી હતી. શોન માર્શ ૧૫૬ રન બનાવ્યા બાદ રન આઉટ થયો હતો. જ્યારે એમઆર માર્શ ૧૦૧ રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. આ બન્ને બંધુઓએ ૧૭૯ રનની ભાગીદારી નોંધાવીને ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચમાં પણ લાવવામાં સફળતા મેળવી છે. આજે ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ સાત વિકેટ ગુમાવીને ૬૪૯ રને ડિકલેર કર્યો હતો. આજે રમત બંધ રહી ત્યારે ઇંગ્લેન્ડે તેના બીજા દાવમાં ચાર વિકેટ ગુમાવીને ૯૩ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ હજુ ૨૧૦ રન પાછળ છે અને તેની છ વિકેટ હાથમાં છે. ઇંગ્લેન્ડ પર આ ટેસ્ટમાં પણ હારનુ સંકટ તોળાઇ રહ્યુ છે. તે શ્રેણી પહેલાથી ગુમાવી ચુક્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ અગાઉ ડ્રોમાં પરિણમી હતી. ધારણા પ્રમાણે જ ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોને બીજા દાવમાં આઉટ કરી શક્યા ન હતા. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૨૬૩ રન બનાવી લીધા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.ત્રીજી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. પર્થ ખાતેની ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ઇનિગ્સ અને ૪૧ રને જીતી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી . જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ફરીવાર ફોર્મ મેળવી લેવામાં સફળતા મેળવી હતી. મેન ઓફ દ મેચ તરીકે કૂકની પસંદગી કરવામાં આવી હતી. કુકે આ ટેસ્ટ મેચમાં અણનમ બેવડી સદી ફટકારી હતી.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ખેડૂતોની વસ્તીમાં ૯૦ લાખ સુધીનો ઘટાડો : અહેવાલ દેશમાં ખેડૂતોની વસ્તીમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૦૧ની સરખામણીમાં ખેડૂતોની સંખ્યામાં આશરે ૯૦ લાખનો ઘટાડો થયો છે. ચાર દશકમાં પ્રથમ વખત ખેડૂતની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાતા સરકારની ચિંતા વધી ગઈ છે. વસ્તી ગણતરી સાથે સંબંધિત આંકડાઓ જારી કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે કુલ વર્કર્ફોર્સ પૈકી સિંચાઈ સાથે સંકળાયેલા ખેડૂતોમાં ઉલ્લેખનીય ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૭૧ બાદથી પ્રથમ વખત ખેડૂતોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. રજિસ્ટ્રાર્ડ જનરલ ઓફ ઇન્ડિયાની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે સાક્ષરતાનો દર અને સેક્સ રેસિયો પણ બદલાયો છે. ભારતની વસ્તી, સાક્ષરતાનો દર અને સેક્સ રેસિયો માટે અંતિમ આંકડા આપનાર વસ્તી ગણતરીના આ આંકડામાં વિગતવાર માહિતી આપવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે વર્કરોને ચાર ઓદ્યોગિક કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે જેમાં સિંચાઈ કરનારાઓ, કૃષિ લેબર, હાઉસ હોલ્ડ ઇન્ડસ્ટ્રી વર્કરો અને અન્યોનો સમાવેશ થાય છે. સિંચાઈ કરનારાઓ બીજા સૌથી મોટા ગ્રૂપ તરીકે છે અને તેની સંખ્યા ૧૧૯ મિલિયનની આસપાસની છે પરંતુ કુલ વર્કફોર્સ પૈકી ચોથા ભાગ કરતા પણ ઓછા વર્કરોની સંખ્યા ઘટી છે. વર્ષ ૨૦૦૧ની સરખામણીમાં ટકાવારી ઘટતાં સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. છેલ્લા ૫૦ વર્ષમાં કુલ વસ્તી પૈકી ખેડૂતોની સંખ્યા સ્થિર રીતે ઘટી રહી છે પરંતુ આંકડાકીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ સંખ્યા વધુ પ્રમાણમાં ઘટી છે. અગાઉના દશકોમાં કૃષિ મજૂરોમાં વધારો થયો હતો. હવે ૧૧૪ મિલિયન કૃષિ મજૂરો છે જે કુલ વર્કર વસ્તીના ૩૦ ટકાની આસપાસ છે જે ૨૦૦૧માં ૨૬.૫ ટકા હતી. કૃષિ લેબરમાં વધારો થવા માટે કેટલાક કારણો જવાબદાર છે જે પૈકી ઉત્તરોઉત્તર સમયગાળાનો જમીન જાળવતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. સિંચાઈ કરનારાઓ અને કૃષિ મજૂરો વચ્ચે કૃષિમાં ૨૬૩ મિલિયન લોકો કામ કરી રહ્યા છે જે પૈકી તમામ લોકો પૈકી અડધા છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકાર વારંવાર ફાળવણીમાં વધારો કરે છે. અન્ય પગલાં પણ લે છે. છતાં કૃષિ કરનાર લોકોની સંખ્યા ઘટી રહી છે. ભારત મુખ્ય રીતે કૃષિ ઉપર આધારિત દેશ છે આવા સમયમાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થવાની બાબત ગંભીર ચિત્ર રજૂ કરે છે.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
અમદાવાદ શહેરમાં અપેક્ષા કરતા ઓછું મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં માટે મતદાનની શરૂઆત થઇ હતી. ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન વેળા અમદાવાદ શહેરની ૧૬ સીટ પર પણ મતદાન શરૂ થયુ હતુ અને સાંજે પાંચ વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. જો કે, અપેક્ષા કરતા ઓછું મતદાન અમદાવાદ શહેરમાં રહ્યું હતું. અમદાવાદ શહેરમાં કોઇપણ જગ્યાએ મતદાનની ટકાવારીનો આંકડો ૬૦ ટકાથી ઉપર પહોંચ્યો ન હતો. જમાલપુરમાં ૫૮.૫૭ ટકા જેટલું મતદાન થયું હતું. બાપુનગર ૫૮.૪૯ ટકા જેટલું મતદાન થયું હતું. નિષ્ણાતોના કહેવા મુજબ અમદાવાદ શહેરની ૧૬ સીટ અને વડોદરા શહેરની છ સીટ ભાજપ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. સવારમાં અમદાવાદ શહેરની તમામ બેઠકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ તો સવારમાં જ લાંબી લાઇનો જોવા મળી હતી. જ્યારે કેટલીક જગ્યાએ ઠંડીની અસર જોવા મળી હતી.વર્ષ ૨૦૧૨ના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપે અમદાવાદ શહેરની ૧૬ પૈકી ૧૪ પર જીત મેળવી હતી. જેમાં ઘાટલોડિયા, જમાલપુર-ખાડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુરનગર, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી, અસારવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા (એસસી) સીટ પર જીત મેળવી હતી. ચાર સીટ જમાલપુર-ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા અને વેજલપુર સીટ મુસ્લિમ બહુમતીવાળી સીટ છે. જ સીટ પર પરિણામ ખુબ રોમાંચક ની શકે છે. વર્ષ ૨૦૦૨ બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિનગરમાંથી પ્રતિનિધીત્વ કરતા હતા. વર્ષ ૨૦૧૨માં મોદીએ ૮૬૦૦૦ મતથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મણિનગરમાંથી રાજીનામુ આપ્યુ હતુ. અમદાવાદ શહેર અને જિલ્લાની સીટોની વાત કરવામાં આવે તો આ તમામ સીટો ઉપર જોરદાર સ્પર્ધા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઘાટલોડિયામાં ૩૬૧ પોલિંગ સ્ટેશન છે અને અહીં મતદારોની સંખ્યા સૌથી વધુ ૩૫૨૩૧૬ નોંધાઈ હતી. આ ઉપરાંત વેજલપુરમાં પોલિંગ સ્ટેશનોની સંખ્યા ૩૨૪, વટવામાં ૩૨૭, એલિસબ્રિજમાં ૨૨૫, નારણપુરામાં ૨૩૩, નિકોલમાં ૨૩૪, નરોડામાં ૨૬૩, ઠક્કરબાપાનગરમાં ૨૨૮, બાપુનગરમાં ૧૯૫, અમરાઈવાડીમાં ૨૪૫ મતદાન મથકો હતા. આ તમામ મતદાન મથકો પર મતદારો ઉત્સાહિત દેખાયા હતા. અમદાવાદમાં અભૂતપૂર્વ ઉત્સાહની સ્થિતિ જોવા મળી હતી. જો કે, ઉત્સાહ મુજ અંત સુધી મતદાન થયું ન હતું. અમદાવાદ શહેર અને જિલ્લામાં અનેક મોટા માથા પણ મેદાનમાં હતા. વર્ષ ૨૦૧૨ની વાત કરવામાં આવે તો ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ૧૪ સીટ કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા બેઠક જીતી હતી. પાટીદાર અનામત આંદોલન બાદ ઓછામાં ઓછી પાંચ સીટો અમદાવાદની એવી છે જેના પર ચિત્ર બદલાઈ શકે છે.જેમાં ઘાટલોડિયા, નિકોલ, મણિનગર, સાબરમતી, ઠક્કરબાપાનગરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર પાટીદાર મતદારો વધારે છે.સવારમાં ભારે ઉત્સાહની સ્થિતી રહી હતી.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
આવતીકાલે બીજા ચરણણું મતદાન : અમદાવાદની ૧૬ સીટ સહિત શહેરી ગઢ પર નજર કેન્દ્રિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે મતદાન યોજનાર છે જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તમામની નજર અમદાવાદ શહેરની ૧૬ સીટો અને વડોદરા શહેરની પાંચ સીટો પર કેન્દ્રિત થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૨ની તુલનામાં આ વખતે ભાજપ સામે અનેક પડકારો છે. જેમા ંપાટીદાર આંદોલન અને જુદાજુદા સમુદાયની નારાજગીની બાબતનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો અમદાવાદ અને વદોડરા શહેરમાં અસર કરશે કે કેમ તે બાબત તમામ માટે ઉપયોગી રહેનાર છે. વર્ષ ૨૦૧૨ના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપે અમદાવાદ શહેરની ૧૬ પૈકી ૧૪ પર જીત મેળવી હતી. જેમાં ઘાટલોડિયા, જમાલપુર-ખાડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુરનગર, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી, અસારવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા (એસસી) સીટ પર જીત મેળવી હતી. ગુજરાતના અન્ય શહેરોની જેમ મતદારો અન્ય શહેરોમાં પણ આગળ વધવા માંગે છે. ચાર સીટ જમાલપુર-ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા અને વેજલપુર સીટ મુસ્લિમ બહુમતીવાળી સીટ છે. વર્ષ ૨૦૦૨ બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિનગરમાંથી પ્રતિનિધીત્વ કરતા હતા. વર્ષ ૨૦૧૨માં મોદી એ ૮૬૦૦૦ મતથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મણિનગરમાંથી રાજીનામુ આપ્યુ હતુ. આવતીકાલે બીજા તબક્કામાં મતદાન યોજનાર છે. કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. બીજા તબક્કાની ચૂંટણીને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ શહેર અને જિલ્લાની સીટોની વાત કરવામાં આવે તો આ તમામ સીટો ઉપર જોરદાર સ્પર્ધા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઘાટલોડિયામાં ૩૬૧ પોલિંગ સ્ટેશન છે અને અહીં મતદારોની સંખ્યા સૌથી વધુ ૩૫૨૩૧૬ નોંધાઈ ચુકી છે. આ ઉપરાંત વેજલપુરમાં પોલિંગ સ્ટેશનોની સંખ્યા ૩૨૪, વટવામાં ૩૨૭, એલિસબ્રિજમાં ૨૨૫, નારણપુરામાં ૨૩૩, નિકોલમાં ૨૩૪, નરોડામાં ૨૬૩, ઠક્કરબાપાનગરમાં ૨૨૮, બાપુનગરમાં ૧૯૫, અમરાઈવાડીમાં ૨૪૫ મતદાન મથકો છે. અમદાવાદમાં અભૂતપૂર્વ ઉત્સાહની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અનેક મોટા માથા પણ મેદાનમાં છે. વર્ષ ૨૦૧૨ની વાત કરવામાં આવે તો ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ૧૪ સીટ કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા બેઠક જીતી હતી. પાટીદાર અનામત આંદોલન બાદ ઓછામાં ઓછી પાંચ સીટો અમદાવાદની એવી છે જેના પર ચિત્ર બદલાઈ શકે છે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, મણિનગર, સાબરમતી, ઠક્કરબાપાનગરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર પાટીદાર મતદારો વધારે છે.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ગાયને પણ મળશે યુઆઈડી નંબર : મોદી સરકારનો નવો એક્શન પ્લાન ભારત-બાંગ્લાદેશ સરહદે ગાય સંરક્ષણ અને પશુ તસ્કરીના મુદ્દે સરકારની સમિતિના રીપોર્ટને સુપ્રીમ કોર્ટમાં સોપવામાં આવ્યો છે. સમિતિએ આ મુદ્દે કેટલીક ભલામણ કરી થે. જેમાં ગાય માટે યુનિક આઈડેÂન્ટફિકેશન નંબર-યુઆઈડીની માગણી પણ છે.બાંગ્લાદેશ સૌથી વધુ ગૌમાંસની માગ ધરાવતો દેશ છે. બાંગ્લાદેશમાં ભારતીય ગાયોની મોંમાગી કીમત મળે છે. બીએસએફના જણાવ્યા પ્રમાણે ભારતથી દર વરસે લગભગ સાડા ત્રણ લાખ ગાય તસ્કરીથી બાંગ્લાદેશ સીમા પાર કરાવી વેચવામાં આવે છે. જેનો વાર્ષિક કારોબાર ૧૫ હજાર કરોડ રુપિયાથી વધુનો છે. ગૃહમંત્રાલયના અનુસાર ૨૦૧૪ અને ૨૦૧૫ વચ્ચે બીએસએફે ૩૪ ગૌતસ્કરોને અથડામણમાં મોતને ઘાટ ઉતાર્યાં હતાં. બાંગ્લાદેશના બોર્ડર એરિયામાં તસ્કરી માટે લઇ જવાતી ૨૦૦થી ૨૫૦ ગાયોને બીએસએફ દ્વારા રોજના ધોરણે બચાવવામાં આવે છે. આસામ ગાય તસ્કરીનું હોટસ્પોટ છે જ્યાંથી બાંગ્લાદેશની આશરે ૨૬૩ કિલોમીટર લાંબી સીમા લાગે છે. આ બોર્ડરથી આસામમાંથી ગાયોને બાંગ્લાદેશ પહોંચાડવાનો રુટ બને છે.
0 notes