#૬૨૦૦
Explore tagged Tumblr posts
gujarat-news · 3 years ago
Text
વડોદરામાં ૬,૨૦૦ કોવિડ બેડ સામે માત્ર ૧૫૪ દર્દીઓ દાખલ, Gujarat -News
વડોદરામાં ૬,૨૦૦ કોવિડ બેડ સામે માત્ર ૧૫૪ દર્દીઓ દાખલ, Gujarat -News
વડોદરામાં ૬,૨૦૦ કોવિડ બેડ સામે માત્ર ૧૫૪ દર્દીઓ દાખલ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા : શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સામાન્ય વધારા બાદ આજે પુનઃ કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા હતા તો બે દર્દીઓના મોત થયા હતા. જો કે સત્તાવાર રીતે આજે પણ એક પણ મોતની નોંધ કરાઇ નથી. આજે ૧૫૧ દર્દીઓને ડિસ્ચાર્જ પણ આપવામાં…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 5 years ago
Text
હિંમતનગરના નવાનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે સિંચાઇ કાર્યોનું લોકાર્પણ
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ગુહાઇ સિંચાઇ વિભાગ દ્વારા કેનાલથી નવાનગર તળાવની બાજુમાં બનાવેલ સંપમાં સિંચાઇ માટે મળેલ પાણીથી ડ્રીપ ઇરિગેશનના ખેડૂતલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સિંચાઇ માટે મળેલ પાણીને કમાન્ડ વિસ્તારના ૪૭૦ હેક્ટર જમીનને ડ્રીપ ઇરિગેશન દ્વારા પિયતનો લાભ મળશે જેના થકી ખેડૂતોના પાક પાણી મળી રહેશે સાથે પાણીનો વ્યય ઓછો થશે જેના પરિણામે જમીનમાં રહેલા ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવશે જે સંચય થયેલા જળનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને અભિનંદન આપતા જણાવ્યું કે ખેડૂત જગતનો તાત છે જે અન્ન પુરુ પાડવાનું કામ કરે છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે જેનાથી ખેડૂતોની આવક બમણી કરી શકાય અને ખેતીનો વિકાસ કરી શકાય. આવનારા ભવિષ્યમાં ખેડૂત આર્થિક રીતે સમૃધ્ધ બને તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ૧૮ લાખથી વધુ હેક્ટર જમીનમાં નર્મદાના નીરના સિંચાઇ નો લાભ મળે છે જ્યારે ૪ કરોડ લોકોને પીવાનું શુધ્ધ પાણી પુરુ પાડવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે જળ બચાવો, જીવન બચાવો એક અનોખી પહેલ નવાનગરના ખેડૂતોએ કરી છે જે રાજ્યના અન્ય ખેડૂતોએ પણ અપનાવવા જેવી છે જેથી કરીને પાણી,વિજળી અને સમયનો બચાવ થાય અને ખેતીની સ્થિતિમાં સુધારો થઈ શકે. પાણી કરકસરથી વપરાય તે જોવાની આપણી સૌની જવાબદારી છે. નવાનગરના ૪૭ પ્રગતીશીલ અને મહેનતુ ખેડૂતોએ રૂ. ૨ કરોડ જેવી માતબર રકમ એકઠી કરીને સહભાગી રીતે યોજનાને સાકાર કરી એક નવો રાહ ચિંધ્યો છે. આ સમરસ એવું આ ગામના મંડળ કે પંચાયતમાં ક્યારેય ચુંટણી થઈ નથી જે વિકાસની નવી દિશા આપવાનુ કામ આગામે કર્યું છે. આ નાના એવા આ ગામે જળ સંચયનો આ નવો પાઠ શીખવ્યો છે જે ગુજરાતના દરેક ગામે અપનાવવા જેવો છે. પાણીના ટીપે ટીપાનો બચાવ કરવો અને બાપ- દાદાઓની વર્ષોની મહેનતના પરીણામે ઉપજાઉ બનેલી ધરતીને ભુગર્ભ જળની ખારાશથી બચાવાનો અને ભુગર્ભ જળ ઉંચા લાવવાની જે પહેલ ગામ દ્વારા કરવામાં આવી છે તેના માટે આ ગામ આદર્શ જળ સંચયના નમૂનેદાર કામગીરીથી આગળ આવશે. ગુજરાત સરકારે પણ જળ સંચય અભિયાન હાથ ધરીને પાણી બચાવવા માટે ૧૮ લાખ હેક્ટરમાં ડ્રીપ ઇરીગેશન માટે રૂ. ૬૨૦૦ કરોડની ખેડૂતોને સબસીડી આપી છેહિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે પાણીની સાચી કિંમતો નવાનગરના પ્રગતીશીલ અને ઉધ્યમી ખેડૂતોએ જ સમજી છે. આ ગામની એકતા અને અખંડિતતા ઉડીને આંખે વળગે છે. ગામનો વિકાસ સમરસતાને આભારી છે. આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ, જિલ્લા સમાહર્તા સી.જે. પટેલ, જિલ્લા અગ્રણી જે.ડી. પટેલ, મહેન્દ્ર પટેલ, હસમુખ પટેલ, કૌશલ્યા કુંવરબા તથા આસ-પાસના ૪૪ ગામોના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર) Read the full article
0 notes