#બૌદ્ધ દીક્ષા
Explore tagged Tumblr posts
smitatrivedi · 3 years ago
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!
         છ-સાત દિવસ હું રોજ મોહિનાબાઈને નિયમિત રીતે મળી હતી. આ છ-સાત દિવસમાં અમે ખરેખર મિત્રો જેવાં જ બની ગયાં હતાં. હવે તો મોહિનાબાઈ મારી સાથે ખુલ્લા દિલે વાત કરતાં. એમણે પછી તો કબૂલ કર્યું કે ભોગવ્યા વિનાનો ત્યાગ ખોટો અને છેતરામણો છે. એમણે જીવનને ભોગવ્યું નહોતું. પરંતુ બીજા લોકોને જીવનનો ઉપભોગ કરતાં જોઈને એમને થતું હતું કે મેં નાસમજમાં જ આ બધું ગુમાવ્યું છે. આ જ જીવન હું પણ ભોગવી શકી હોત.…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 5 years ago
Text
વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો અભિયાન
દેશમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી થાય છે. છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં થયેલ હતી. હવે ૨૦૨૧માં આ કામગીરી થશે. વસ્તી ગણતરીની પ્રાથમિક કામગીરી આગામી વર્ષ ૨૦૨૦થી જ શરૂ થઈ જશે. દેશમાં થઈ રહેલ વસ્તી ગણતરીના જાહેર થયેલા સરકારી આંકડાઓ જોતા ગુજરાતમાં છેલ્લાં ૭૦ વર્ષમાં બૌદ્ધ ધર્મીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષમાં ૧૯૫૧માં ૧૯૯, ૧૯૬૧માં ૩૧૮૫, ૧૯૭૧માં ૫૪૬૯, ૧૯૮૧માં ૭૫૫૦, ૧૯૯૧માં ૧૧૬૧૫, ૨૦૦૧માં ૧૭૮૨૯ અને ૨૦૧૧માં ૩૦૪૮૩ લોકો નોંધાયા છે. ૧૯૬૧ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મીઓની વસ્તી વધવાનું કારણ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું નાગપુર ખાતેનું ધર્માંતર અને બાબા સાહેબના પરિનિર્વાણ દિને મુંબઈ ચૈત્નય ભુમિ ખાતે યોજાયેલ બૌદ્ધ દીક્ષા મહત્વનું કારણ હોય શકે, જ્યારે ૨૦૧૧માં લગભગ ડબલ થયેલા આંકડા જોતા જણાય છે કે, ગુજરાતના દલિત સમાજમાં વધી રહેલ શિક્ષણનું પ્રમાણ દલિત સમાજ ઉપર થતા અત્યાચારો, સંસ્થાઓ અને કર્મશીલોની બૌદ્ધ ધર્મના પ્રચાર - પ્રસારની અસરકારક પ્રવૃત્તિઓ મુખ્યત્વે છે. છેલ્લાં દસેક વર્ષોમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, આણંદ, ખેડા વગેરે જિલ્લાઓમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતર કરવાના અસંખ્ય કાર્યક્રમો થયા છે. ધર્માંતરની પ્રવૃત્તિઓ સતત ચાલતી હોવા છતાંય દેશમાં અને ગુજરાતમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા લોકો વસ્તી ગણતરી દરમિયાન પોતે બૌદ્ધ ધર્મી હોવાનું લખાવતા નથી, પરિણામે બૌદ્ધ ધર્મીઓની વસ્તીના સાચા આંકડા પ્રાપ્ત થતા નથી. બૌદ્ધ ધર્મના પ્રચાર - પ્રસારની પ્રવૃત્તિઓ અને ધર્માંતરના કાર્યક્રમો કરતી સંસ્થાઓ તથા જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ ધર્માંતરની કામગીરી માટે ગઠિત થયેલ સમિતિઓ અને વ્યક્તિગત પ્રતિબદ્ધ બૌદ્ધ કર્મશીલોએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન જાહેર સભાઓ, શિબિરો, જુથ બેઠકો, પરિસંવાદો, ખાટલા બેઠકો, સંગીતના કાર્યક્રમો, શેરી નાટકો, ચર્ચા પત્રો, લેખો, પત્ર - પત્રિકાઓ, ચબરખીઓ, પત્ર વ્યવહારમાં પોસ્ટકાર્ડ ઝુંબેશ અને હવે તો હાથ વગુ થયેલ સોશ્યલ મિડિયા દ્વારા વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો અભિયાન શરૂ કરવું જોઈએ. આંબેડકર��� બૌદ્ધ સંસ્થાઓ અને કર્મશીલોએ વર્ષ ૨૦૨૦-૨૧માં એક મુદ્દાનો કાર્યક્રમ લઈને જ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જરૂર જણાય તો તમામ આંબેડકરી - બૌદ્ધ સંસ્થાઓએ જિલ્લા અને તાલુકા મથકોએ જાગૃત કર્મશીલોની કામચલાઉ સમિતિઓ આ કામગીરી માટે બનાવવી જોઈએ અને આ સમિતિઓએ વસ્તી ગણતરી દરમિયાન આંબેડકરી - બૌદ્ધ સમાજને માર્ગદર્શન આપવું જોઈએ. વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો એ અભિયાન હેઠળ જે લોકોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે એ તમામ લોકોએ વસ્તી ગણતરીમાં બૌદ્ધ તરીકે ફરજીયાત નોંધણી કરાવવી જોઈએ. વસ્તી ગણતરીના પત્રકમાં બૌદ્ધ ધર્મનો ક્રમાંક ૫ (પાંચ) હોઈ ગણતરીદાર વસ્તી ગણતરી કરવા આવે ત્યારે ધર્મના કોલમમાં ૫ (પાંચ) સામે જ નોંધ કરે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગણતરીદારો મોેટેભાગે સરકારી કર્મચારીઓ હોય તેઓ અગાઉની જૂની માહિતી સાથે આવતા હોય છે. ગામડાઓમાં સરપંચ, તલાટી કે ગામના કોઈ અગ્રણી વ્યક્તિના ઘરે / ઓફિસે બેસીને જ આ કામગીરી કરતા હોય છે, એટલું જ નહીં ગણતરીદારો ઓફિસના સમય દરમિયાન બપોરે નોંધણી માટે આવતા હોય ઘરના મુખ્ય વ્યક્તિ કામ / ધંધા કે નોકરી વ્યવસાયના સ્થળે હોય પોતાના રહેઠાણે હાજર હોતા નથી પરિણામે ગણતરીદારો અગાઉની જુની માહિતીના આધારે જ નોધણી કરી લેતા હોય છે. સરકારી કર્મચારીઓ પોતાની મૂળ ફરજો ઉપરાંત આ વધારાની કામગીરી કરતાં હોય રાષ્ટ્રની આ અતિ સંવેદનશીલ અને મહત્વની કામગીરીમાં ગંભીરતા દર્શાવતા નથી અને માથે આવી પડેલ આ કામગીરી પુરી કરવામાં જ ઈતિશ્રી માનતા હોય છે. આંબેડકરી - બૌદ્ધ સંસ્થાઓ અને પ્રતિબદ્ધ કર્મશીલોએ પોત - પોતાની રીતે પોતાની સંસ્થાના નામે, વ્યક્તિગત પોતાના નામે કે મિત્રોને કામચલાઉ સમિતિઓના નામે પત્રિકા, પોસ્ટર કે અપીલ છપાવી ‘વસ્તી ગણતરીમાં બૌદ્ધ લખાવો’ અભિયાન અત્યારથી જ શરૂ કરવું જોઈએ. Read the full article
0 notes
smitatrivedi · 3 years ago
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૯ તું નરકમાં જ જવાની છે! –
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૯ તું નરકમાં જ જવાની છે! –
       મેં બૌધ્ધ ધર્મની દીક્ષા લેવાનો નિર્ણય કરી લીધા પછી પણ મારે જૈન ધર્મની દીક્ષા નથી લેવી એવું જણાવવાની મારી શી જરૂર એવો સવાલ કદાચ તમને થશે. પરંતુ એની પાછળ મારી કોઈક ચોક્કસ સમજ હતી. મેં કહ્યું છે તેમ મારાં મમ્મી-પપ્પા ખૂબ ધાર્મિક છે. જો કે ‘ધાર્મિક‘ની મારી વ્યાખ્યામાં એ આવતાં નથી. એ બંને ધર્મનો પોતાની સગવડ માટે અને પોતાના અહંકારને પોષવા માટે જ ઉપયોગ કરે છે. છતાં એ બંને તો એમ જ માને છે કે અઢી…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years ago
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૮ મિ. નટવરલાલને ખુલ્લી ચેતવણી
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૮ મિ. નટવરલાલને ખુલ્લી ચેતવણી
જીવનનું અંતિમ ધ્યેય તો જીવનથી મુક્તિ જ છે. દીલ્હીથી આવતાં વારંવાર હું એ જ વિચારી રહી હતી કે ખરેખર સંન્યસ્ત થવું જરૂરી છે? અત્યાર સુધી તો હું એમ જ માનતા હતી કે તમે જે જિંદગી જીવતા હો એની વચ્ચે રહીને જ તમારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું જોઈએ. સંસાર છોડીને સંસારથી દૂર જતા રહેવું તો સહેલું છે, પરંતુ સંસારમાં રહીને સંસારથી દૂર રહેવું અઘરું છે. મને એવું અઘરું કામ કરવામાં જ રસ હતો. પરંતુ ભદંત આનંદને…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years ago
Text
લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ
લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ
       સુધા કુલકર્ણીના લેક્ચરના પ્રસંગની પરમજિત પર ખૂબ સારી છાપ પડી હતી. એને રહી રહીને એની પાર્ટનર તરીકે પસંદ કરવા બદલ ગૌરવ થત���ં હતું. પરમજિત મારાં કરતાં ઉંમરમાં ઘણી મોટી હતી. પરંતુ મારી સાથે મિત્ર જેવો જ વ્યવહાર કરતી હતી. અમે ઘણી વાર આડીઅવળી અનેક વાતો કરતાં. પરંતુ એ એના અંગત જીવન વિષે કે એના દીકરા વિષે ભાગ્યે જ કશું કહેતી. એનો દીકરો ભણીને આવી ગયો અને લશ્કરમાં એને કેપ્ટન તરીકે પોસ્ટિંગ મળ્યું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૮ – બૌદ્ધ દીક્ષા અને કાગળની હોડી –
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૮ – બૌદ્ધ દીક્ષા અને કાગળની હોડી –
       પ્રેમનો સ્વીકાર થવો એ પણ નસીબની વાત છે! મનીષા અને સોનલે હમણાં રોકાઈ જાવ એવો પ્રતિભાવ એક સાથે આપ્યો એથી મનહરભાઈ સહેજ આંચકો ખાઈ ગયા. એમણે સામે પૂછયું, “ક્યાં સુધી રોકાઈ જવાનું છે? મારે એમને કાલે જવાબ આપવાનો છે!”       મનીષા અને સોનલ એક બીજા સામે જોવા લાગ્યાં. પછી મનીષાએ જ જૂનું કારણ આગળ કહ્યું, “હજુ થાવાણીસાહેબને આવતાં એક મહિનો લાગશે. એ આવે પછી જ…”       સોનલ વચ્ચે બોલી પડી, “એ આવે પછી…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 5 years ago
Text
ડૉ. આંબેડકરી પત્રકારિત્વ શતાબ્દી વર્ષ ૨૦૨૦ની ઉજવણી કરીએ
ડૉ. બાબા સાહેબ આંબેડકરે ૩૧ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ ‘મૂકનાયક’ નામે પાક્ષિક સામાયિકનો પ્રારંભ કર્યો હતો. આ સામાયિકને ૩૧ જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ ૧૦૦ વર્ષ પૂરા થાય છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સ ‘બારિશ ૨૦૨૦’ના વર્ષને ડૉ. આંબેડકરી પત્રકારિત્વ શતાબ્દી વર્ષ તરીકે ઉજણવી કરશે. ૨૦૨૦ના સમગ્ર વર્ષ દરમિયાન ‘બારિશ’ના ઉપક્રમે વાર્ષિક વ્યાખ્યાન માળા, દર મહિને એક વ્યાખ્યાન, આંબેડકરી દલિત પત્રકારિતા સામયિક પ્રદર્શન, પરિસંવાદ, સ્મૃતિ વ્યાખ્યાન, પુસ્તક, પ્રકાશન વગેરે કાર્યક્રમો કરવામાં આવનાર છે. ગુજરાતની આંબેડકરી - બૌદ્ધ સમાજની સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરોને આગામી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકાઓના મુખ્ય મંથકે આંબેડકરી પત્રકારિત્વ શતાબ્દીના કાર્યક્રમની ઉજવણી કરાવમાં આવે એમ ‘બારિશ’ના અધ્યક્ષ દીક્ષા દૂતે અપીલ કરી છે. Read the full article
0 notes