heerpopular
Hiral Pathak Mehta
30 posts
Don't wanna be here? Send us removal request.
heerpopular · 4 years ago
Text
તારા સવાર નાં ચેહરા પર નું સ્મિત
તારા સવાર નાં ચેહરા પર નું સ્મિત ...કાશ હું હોત... લખાણ ભલે તારું પણ વિચાર....કાશ હું હોત... કંઈક શીખવાની તારી ઈચ્છા નો એ ઉત્સાહ ...કાશ હું હોત... ચા ની પહેલી ચુસ્કી નો તારા હોઠ નો સ્પર્શ...કાશ હું હોત.... મંદિર માં હાથ જોડીને માંગે એ ખ્વાઈશ...કાશ હું હોત... રાત્રે આવતી ઉંઘ વખતે તારા માથા નીચેનું ઓશીકું...કાશ હું હોત...
તારા જિંદગી જીવવાનો એક માત્ર મતલબ.. કાશ હું હોત...
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
કોશિશો શે ઘેરા હર એક ઇન્સાન હૈ..
કોશિશો શે ઘેરા હર એક ઇન્સાન હૈ.. ના જાને કિસ કિસ પરેશાનીઓ સે પરેશાન હૈ...
હૈ પૈસા,બંગલા,ગાડી સબ કુછ યહાં હૈ... પર ના જાને કિસ બાત કી ઔર તલાશ હૈ....
પૂરી જિંદગી દૌડતા ભાગતા હૈ..... ઔર તોહફે મેં બસ હર કોઈ ઉસ સે ખફા હૈ....
કોશતા હૈ અપને આપ કો જબ અકેલે હોતા હૈ.. ક્યાં બતાયે ઉસે .તું બસ ક્યો દૂસરો કે લિયે જિતા હૈ..
યૂંહી કોશિશો સે ઘેરા હર એક ઈન્સાન હૈ....
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
ખૂટે છે કંઈક તારા માં?
ખૂટે છે કંઈક તારા માં? તો મને જણાવજે.. ઉઠે જો વાવાઝોડું અંતરાય માં તો મને જણાવજે... હૂંફ કે લાગણી ની પડે ખોટ મન માં તો મને જણાવજે... શરીર થી ભલે દૂર તારા થી પણ દિલ ક્યાંક દૂભાય તો મને જણાવજે... આમ કાઢી ના નાખીશ આંખો પર થી સંબંધ ના ચશ્મા.. કંઈક ના વંચાય તો મને જણાવજે.... જાણું છું ભારણ નથી આપવું તારે મારા જીવન ને... પણ તારા અકારણ જીવન ને ટૂંકાવાનો વિચાર મને જણાવજે.... વિચારી ને બેસી ને કરીશું ગૂફ્તગુ આ વાત પર.... થશે જરુર થોડી હળવાશ એ જણાવજે... તારા માટે નહિ તો મારી આ લાગણી માટે જીવતાં રેહવાનો તારો બદલાયેલો નિર્ણય મને જણાવજે... ચૂપકીદી થી ના સીવીસ આ હોઠ તારા.... મન થી નીકળતા સર્વ શબ્દો મને જણાવજે..
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
ના જોશો આમ નજર થી મને...`
ના જોશો આમ નજર થી મને,નહિ તો પ્રેમ થઈ જશે... પહેલી મુલાકાત માં જ એક વહેમ થઈ જશે... દૂભાશે જો લાગણી તમારી મારા થકી.. તો મને જીવન માં એક કહેણ રહી જશે... નહોતી મિલાવી નજર અને મળી ગઈ નાહક ની.... જિંદગી હવે મારી પણ મુશ્કેલ થઈ જશે... વિચારી લો હજી સમય છે..આ મુલાકાત હવે કાયમ થઈ જશે... જો "હા" હોય તમારી તો હવે મને ય પ્રેમ થઈ જશે...
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
સ્પર્શવું છે મારે
સ્પર્શવું છે મારે શબ્દો થી તને..રુબરુ મુલાકાત શક્ય નથી.. આવશે હીચકી મને તો સમજીશ હું યાદ છું તને ...ભૂલવું એમ કંઈ શક્ય નથી... તારા થી દૂર પણ તારા માં હું ..અલગ રેહવું હવે શક્ય નથી. જોવું છું ચાંદની રાત માં જે સપનું...અધૂરુ રાખવું હવે શક્ય નથી.. કરવી છે રુબરુ મુલાકાત હવે...ખાલી શબ્દો થી સ્પર્શવું હવે શક્ય નથી....
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
સવારે તને ઉઠાડતી...
સવારે તને ઉઠાડતી...ચા આપતી...આદુ જરા આેછું છે ને ફરી ચા ને ઉકાળતી..ટીફીનમાં રોજ વેરાઈટી ને તો પણ શાક માં મીઠું ઓછું છે ને ઉપરથી મીઠું આપતી...પાકીટ,કપડાં,ચશ્મા ને શૂઝ છતાં મોબાઈલ ભૂલી જાય તો દોડીને આપતી...પોતે જમી કે ના જમી પણ તને ફોન કરીને પૂછતી...તું ફોન કાપીને..busy right.now chat u later..ના જવાબ માં OK લખતી...સાંજનાં જમવામાં તારા પસંદનું બનાવતી..ભાઈબંધો સાથે તારો નાસ્તો ને રસોઈમાં મારા નુસ્ખ કાઢતો...થાકી ને આવેલો ને તારી સામે હસતી...તું ખસ આઘી જા સાંભળતી..ખુદની કમર દુખતી તો પણ તારું માથું દબાવતી..શયનખંડ માં અંતે સંતોષતી..શું ફક્ત ત્યારે જ હું તને ગમતી?
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
નામું લખું છું જીવન નું જ્યારે.
નામું લખું છું જીવન નું જ્યારે.... કિંમત આંકડાની સમજાય છે ત્યારે..
સુખ ના એક બે વ્યવહાર જે કર્યા... આસું ની કિંમત સમજાય છે ત્યારે...
થોડું જો હાસ્ય આવે છે મુખ પર... ટેક્ષ આસું ના ચૂકવાય છે જ્યારે...
શું નફો શું નુકસાન આમાં.. જિંદગી નું સરવૈયું છે...મળે બન્ને બાજું જીવાય છે જ્યારે...
રોજ લખું છું નામું જીવન નું....એટલે જ કિંમત ��ંકડા ની સમજાય છે....
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
કિંમત વધતી જાય છે
કિંમત વધતી જાય છે મિત્રો ની શબ્દો માં.. લાગે છે લોકર ખોલવું પડશે મારે હ્રદય માં..
રોકાણ છે વરસો નું આ મારા મિત્રો.. લાગે છે કર ચૂકવવો પડશે મારે હ્રદય માં...
કરું છું હિસાબ વર્ષ ને અંતે જ્યારે.... વધી જાય છે વકરો મારા હ્રદય માં....
કિંમત વધતી જાય છે મિત્રો ની શબ્દો માં.. લાગે છે લોકર ખોલવું પડશે મારે હ્રદય માં..
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
થોડો ખચકાટ
થોડો ખચકાટ તો એને પણ થયો હશે... જ્યારે લટકતા દેહ નો વિચાર કર્યો હશે... શું આટલી ખોટ હશે વ્હાલસોયા ની એની જિંદગી માં.. જેણે એને મરવા મજબૂર કર્યો હશે?
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
પસંદ બદલાતા ક્યાં વાર લાગે છે....
પસંદ બદલાતા ક્યાં વાર લાગે છે.... હતા કાલ સુધી દિલ ની નજીક..આજે વાતચીત માં પણ એમને ભાર લાગે છે...
કહેતા હતા પૂનમ નો ચાંદ જેને ...આજે સૂરજ ની રોશની માં પણ અંધકાર લાગે છે....
હતા એમની નજર માં અમે સુંદર ક્યારેક..પણ નજરોની પસંદ બદલાતા ક્યાં વાર લાગે છે....
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
મન નો આ શોરબકોર
મન નો આ શોરબકોર જયારે સાંભળ્યો, મેં આજે મારા મન નો પાછો એક કલરવ સાંભળ્યો, કોણ હશે અને કોણ આવશે કેમ વિચારું? એકલા આવ્યા અને એકલા જ જવાનું.. મનવિહારી ની ખુશી માં જયારે હઉ છું, અનુભવું છું જયારે સુખ ત્યારે એકલો જ હઉ છું, તો કેમ આજે દુઃખ માં કોઈને સંભારું? મારુ જ દુઃખ ને હું જ એને ઉગારું... કૈક આવી જ મનોવ્યથા સૌ ની હશે... આત્મહત્યા ની તીવ્રતા શું આટલી બધી હશે?
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
kevi lagni?
ખીલતા હોઠ પાછ�� આ ગમ ની સંતાકૂકડી કેવી.....??? કંઈ ના કહું ને શબ્દો ની આ દોડાદોડી કેવી?????
વહેતાં આંસુ ની આ જીદ સામે....મરકતાં હોઠ ની બદમાશી કેવી....??? છૂપાતા નથી ગમ આમ અેમ કંઈ....આંખો ના આ વ્યાકરણ ની પરિભાષા કેવી????
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
ગોઠવણી શબ્દો ની જરા આડીઅવળી થઈ ગઈ છે... માફ કરજો જરા અડચણ ઉભી થઈ ગઈ છે.... કહી શકાતું કાશ ક્યાંક સબંધ માં જો આવું..... થોડી નહી પણ પૂરી લાગણી ફરી જીવીત થઈ છે....
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
રીસાયેલી લાગણીઓ નું શું???
મનાવી લઈશ તું મને.. પણ રીસાયેલી લાગણીઓ નું શું??? પૂછ્યું કંઈ નહી ને ધારી લીધું સઘળું...પણ આ જવાબો નું શું?? ઠેસ તો વાગી છે દિલ ને જરાક...પણ મારા આ વિશ્વાસ નું શું?? મૂકી દીધાં સમજણ નાં ચશ્મા આડા હાથે....પણ ગેરસમજ ના વાવાઝોડા નું શું?? થયો સંબંધ આજે પરપોટાં જેવો ભલે...પણ પ્રેમ ની પાળ બાંધી હતી એનું શું??
રીસાયેલી છે ખરેખર લાગણીઓ...પણ તું જ ફરી જીતી જઈશ એનું શું..??
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
સમજાય છે વાત
આવે છે રાત ને સમજાય છે વાત, કર્યું શું કોઈના માટે માંગ્યું શું કોઈ ના માટે, છીન્વયું શું મે ને મેળવ્યું શું.. માંગી પૂનમ કોઈ ના માટે..મળી અમાસ મને મારા માટે...
થઉ છું ખુશ ને રંજ પણ છે થોડો. ગમે ત્યાં જાઓ પણ ધરતી નો આજ છે છેડો...
જીવી લો ને જીવવા દો કોઈ ને...હા ફરી નહી મળે આ માણસ જાત નો ફેરો...
આવે છે ફરી રાત ને પછી જ સમજાય છે આ વાત........
Hiral Pathak Mehta
1 note · View note
heerpopular · 4 years ago
Text
હું અને તું
હું માત્ર હું છું પસંદગી નો કોઈ પ્રશ્ન નથી... હું જ છું શબ્દાર્થ ને હું જ સમાનાર્થી જોડણી નો કોઈ વિકલ્પ નથી...
તારા શ્વાસ માં છે બસ મારો સહવાસ... હું જ છું જીવન ને હું જ તારો ઉચ્છવાસ..
ન છે દિલ માં તારા બીજા કોઈનું આગમન.. હું જ બિરાજમાન તારા અંતઃકરણ માં...
એ જ તું ને એ જ છું હું...ના કોઈ પસંદગી ના કોઈ વિકલ્પ... એ જ મંજૂરી ને બસ એ જ સંકલ્પ....
1 note · View note
heerpopular · 4 years ago
Text
ધોધમાર વરસાદ
ધોધમાર વરસાદ નીચે નાજુક છોડ બેવડ વળી જાય,ગૂંગળામણ અનુભવે.. આ વાત વરસાદ ને કોણ સમજાવે...
ભીડ માં પણ પ્રેમ ને ઝંખે ને એકલામાં અંધકાર ને સ્પર્શે... આ વાત હ્રદય ને કોણ સમજાવે...
Heeral Pathak Mehta
1 note · View note