#યુદ્ધ
Explore tagged Tumblr posts
buzz-london · 2 years ago
Text
ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહ નેકોઇ યાદ કરતું નથી..! 🏹🏹🏹🏹🏹🏹 તારીખ 14 જાન્યુઆરી ના દિવસે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આ દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે. ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા. આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય. ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ? બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ. આપને અને આપના પરિવારને મકરસંક્રાંતિ ની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. 🙏🏽 🌹🌹🙏🏽🙏💐
3 notes · View notes
gitaacharaningujarati · 22 days ago
Text
39. પુનરાવર્તન એ જ પ્રભુત્વની ચાવી
કર્ણ અને અર્જુન બંને કુંતીની કૂખે જન્મેલા હોવા છતાં બંને એ પરસ્પર વિરોધી સેનાઓમાં રહીને યુદ્ધ લડવું પડેલું. કર્ણને શ્રાપ મળેલો હતો તેથી અર્જુન સામેની ખૂબ જ અગત્યની લડાઈમાં તેને પોતાનું યુદ્ધકળાનું જ્ઞાન કે તેનો અનુભવ તેને બચાવી શક્યો નહીં. તે અર્જુન સામે યુદ્ધ હારી ગયો અને મૃત્યુ પામ્યો.
આ પરિસ્થિતિ આપણને પણ એટલી જ લાગુ પડે છે કારણ કે આપણે પણ કર્ણની જેમ ઘણું બધું શીખીએ છીએ, જ્ઞાન અને અનુભવ પણ અર્જિત કરીએ છીએ પરંતુ અગત્યની એવી કટોકટીની ક્ષણોએ આપણે જાગૃતિને બદલે સ્વભાવગત વલણ પ્રમાણે જ વર્તીએ છીએ કારણ કે આપણી જાગૃતિ, જરૂર કરતાં ઘણી ઓછી છે. શ્રીકૃષ્ણ આ બાબતને પૂરેપૂરી રીતે જાણે છે તેથી તેઓ વારંવાર આપણને વાસ્તવિકતા અને સત્ય વિશે જુદા-જુદા દ્રષ્ટિકોણથી ગીતામાં સમજાવે છે જેથી જાગૃતિની માત્રા વધારે ઊંડી બને અને જે તે પરિસ્થિતિમાં એ ક્ષિતિજની પેલે પાર પણ જઈ શકે.
ગીતામાં એ બાબતે ભારપૂર્વક કહેવાયું છે કે આપણા બે ભાગ છે, એક આંતરિક અને બીજો બાહ્ય. આ બંને એક જ નદીના બે કિનારા સમાન છે. સામાન્ય રીતે આપણી ઓળખ આપણા બાહ્ય સ્વરૂપો જેવા કે આપણું ભૌતિક શરીર, આપણી લાગણીઓ, વિચારો અને આપણી આસપાસની દુનિયા દ્વારા હોય છે. શ્રીકૃષ્ણ આપણને સત્યની અનુભૂતિ કરવાનું કહે છે અને તેઓ આપણને આપણા અંતરઆત્મા સાથે એકરૂપ થવાનું જણાવે છે કે જે સર્વવ્યાપી, શાશ્વત અને નિર્વિકાર છે. જે લોકો બુદ્ધત્વ પામ્યા છે તેઓ જ્યારે અંતરાત્માને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ એવા તારણ પર પહોંચે છે કે વાસ્તવમાં એક જ કિનારો છે, કેમકે છેવટે બંને કિનારાઓ પણ નદીના તળીયે તો એકજ થઈ જાય છે.
જાગૃતિ ના સાધનો માં આટલી બાબતો નો સમાવેશ થાય છે: દ્વંદ્વાતીત થવું, ગુણાતીત થવું,  સમત્વ કેળવવું, કર્તા ભાવ ને બદલે સાક્ષીભાવ કેળવવો અને કર્મને કર્મફળથી સ્વતંત્ર રીતે જોવું.
સેંકડો પુ��્તકો વાંચવા કરતાં ગીતાનું પુનરાવર્તન (ખાસ કરીને અધ્યાય બીજો) એ અનેક ઘણું જ્ઞાનપ્રદ છે કારણ કે ગીતાનું પ્રત્યેક વાંચન આપણ માં એક જુદું જ પરિમાણ સાં૫ડે છે, આપણી સમજણને બહેતર બનાવે છે, આ૫ણી સ્વ પ્રત્યેની જાગૃતિને સુવ્યવસ્થિત રીતે ઊંડી બનાવે છે, અને પરિણામે આપણે આનંદસભર બની જઈએ છીએ.
0 notes
newscontinuous · 1 year ago
Text
0 notes
musawilliam · 1 year ago
Text
ચાનો ઇતિહાસ
રામ-રાવણનું યુદ્ધ પૂરું થયા બાદ રામ, લક્ષ્મણ અને જાનકી પાછા ફરતા હતા ત્યાં ડૂસકાં નાં આવાજ સંભળાયા. રામે પાછું ફરીને જોયું તો કોઈ માણસ દેખાયું નહીં. બધે નજર કરી ત્યાં અવાજ આવ્યો “પ્રભુ આ તરફ, ઉકરડા તરફ જુઓ” રામે જોયું તો સંજીવનીને વાટયા પછી વધેલા કુચાને વાચા ફૂટી..રામે કહ્યું “શું કામ રોવો છો?”જવાબ મળ્યો “અમે આપના ભાઈની મૂર્છા ઉડાડી અને અમને જ ફેંકી દીધા, માણસ સ્વાર્થી હોય, પણ પ્રભુ તમેય?” રામ…
View On WordPress
0 notes
jitendrajdabhi · 1 year ago
Text
0 notes
gujjulife · 2 years ago
Text
યુદ્ધ નુ મેદાન હોય કે..!!
0 notes
9moodofficial · 2 years ago
Text
બેવફાઈનું પોસ્ટમોર્ટમ
ધારોકે એક ટાપુ છે. તેના પર એક ��જાર લોકો રહે છે: પાંસો પુરુષ અને પાંસો મહિલા. હવે, એક વાર એક યુદ્ધ માં એ ટાપુના પાંસો માંથી ચારસો અઠ્ઠાણું પુરુષ માર્યા જાય છે. માત્ર બે બચે છે: એક છગન અને બીજો મગન. છગન સ્વભાવે રંગીલો અને મગન પત્ની ને એકદમ વફાદાર. હવે, એક સિમ્પલ સવાલ પૂછું: હજાર વર્ષ પછી એ ટાપુ પર કોના વંશજો વધુ હશે, છગન ના કે મગન ના? આનો જવાબ આપણે બેઉ જાણીએ છીએ. હવે, આ ટાપુને સમગ્ર પૃથ્વી ગણી લો…
Tumblr media
View On WordPress
0 notes
newsbios · 2 years ago
Text
ઘટતી કોર ફુગાવાની મર્યાદા આરબીઆઈ દ્વારા વધુ વ્યાજ દરમાં વધારો કરવાની જરૂર છે: S&P
નવી દિલ્હી: S&P ગ્લોબલ રેટિંગ્સે મંગળવારે જણાવ્યું હતું મુખ્ય ફુગાવો ભારતમાં ક્રમિક રીતે ઘટાડો થઈ રહ્યો છે, અને એલિવેટેડ 6.25 ટકા પોલિસી રેટ વધુ દર વધારાની જરૂરિયાતને મર્યાદિત કરે છે. રિઝર્વ બેન્કે રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ, મોટાભાગે બાહ્ય પરિબળો, ખાસ કરીને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે ફુગાવાને કાબૂમાં રાખવા માટે ગયા વર્ષના મે મહિનાથી ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 225 બેસિસ…
Tumblr media
View On WordPress
0 notes
exshivbhakt · 2 years ago
Text
0 notes
buzz-london · 3 months ago
Text
*ખુબજ સરસ રચના* પૂછ્યું કૃષ્ણ એ મને મંદ મુસ્કાન સાથે, બોલને શું વાત છે. આજે કેમ ઉદાસ છે ? મે કહ્યુ મારા જીવન માં સંઘર્ષ કેમ.? ઉદ્દેશ્ય શું મારા જીવન નો.? મારી સામે જોઈ હસી પડ્યા મુરલીધર બોલ્યા, જાણે છે તું ? હું જન્મ્યો એ પહેલા જ મને મૃત્યુ આપવા તૈયાર હતા મારા જ મામા. હું જન્મ્યો જેલમાં જીવન આખું, સંઘર્ષમાં દરેક ડગલે પડકાર જન્મતા સાથેજ માઁ થી થયો અલગ. બાર વર્ષે ગોકુળ થી થયો અલગ જેણે પ્રેમ આપ્યો એ મા .. યશોદા. જેને પ્રેમ આપ્યો એ રાધા ... ગોપીઓ અને ગોવાળોને પણ છોડ્યા. મથુરા છોડ્યું અને દ્વારકા પણ. જીવન માં આટલો સંઘર્ષ તો પણ કોઈનેય જન્મકુંડળી નથી બતાવી. ના કોઈ ઉપવાસ કર્યા ના ખુલ્લા પગે ચાલવાની બાધા યે માની ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા. મેં તો યજ્ઞ કર્યો ફક્ત અને ફક્ત કર્મ નો. ��ુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા. ના અર્જુનના જન્માક્ષર જોયા, ના કોઈ મુહૂર્ત જોયું, ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા. બસ એને એટલું જ કહ્યું. આ તારું યુદ્ધ છે તારે જ કરવાનું છે. હું માત્ર તારો સારથી કર્મ માત્ર તું કર માર્ગ હું બતાવીશ. મારુ સુદર્શન ચક્ર ચલાવી સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો. પણ તારું ધનુષ્ય તું ઉપાડ, તારા તીર તું ચલાવ. હું આવી ને ઉભો રહીશ, કોઈ ને કોઈ સ્વરૂપમાં તારા પડખે તારી સાથે, તારો સારથી બની ને. દુનિયાની તકલીફોમાં તું જાતે લડ. હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ. તુ સારા કર્મ કર તારી તકલીફોને હું હળવી કરીશ. બસ હું આવું ત્યારે ઓળખજે મને તું. મારી ગીતા નો સંક્ષિપ્ત સાર. નથી જોઈતા તારા કોઈ ઉપવાસ, કોઈ માનતા, કે નથી બાધા જોઈતી... માત્ર શુદ્ધ કર્મ કર... ખુલ્લાં મનથી જીવન ને આવકાર... પ્રત્યેક ક્ષણ ને ભરપૂર માણ... હું આવતો રહીશ, બસ... ઓળખજે મને તું ...
1 note · View note
gitaacharaningujarati · 1 month ago
Text
37. એ જ અર્જુન એ જ બાણ
જ્યારે કોઈ સફળ કે સક્ષમ વ્યક્તિ નિષ્ફળ જાય છે ત્યારે એ સ્થિતિ વિશે એવું અવારનવાર કહેવાય છે કે વહી અર્જુન વહી બાણ.
એક યોદ્ધા તરીકે અર્જુન કદી કોઇ યુદ્ધ હાર્યો ન હતો. પરંતુ તેના જીવનના પૂર્વાર્ધમાં તે એક નાનું એવું યુદ્ધ હારી ગયો હતો કે જેમાં તેણે પરિવારના અમુક સભ્યોને લૂંટારાઓ થી બચાવવાના હતા. આ બાબત વિશે તે પોતાના ભાઈઓને કહે છે કે, ''મને ખબર ન પડી કે શું થયું. હું એ જ અર્જુન છું અને આ મારા બાણ પણ એ જ બાણ છે કે જેનાથી કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા હતા ૫રંતુ આ વખતે મારા બાણમાં ન તો એ શક્તિ હતી કે ન તો એ નિશાન પર લાગતા હતા”. તે જણાવે છે કે તેણે ત્યાંથી ભાગી જવું પડ્યું અને તે પેલા પરિવારનું રક્ષણ ન કરી શક્યો.
જીવનના અનુભવો આપણને જણાવે છે કે આવી ઘટના દરેકના જીવનમાં ઘટી શકે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક ખૂબ જ કુશળ રમતવીર કોઈક સમયે પોતાની શ્રેષ્ઠ રમત દાખવી શકતો નથી અને હારી જાય છે. એ જ રીતે કોઈ અભિનેતા કે ગાયક પણ અચાનક જ નિષ્ફળતા પામે છે. ત્યારે વ્યક્તિનું ભાગ્ય કે તેનો સમય ખરાબ છે એવું કહેવાય છે પરંતુ તેમ છતાં એવું નિશ્ચિત પણે કોઈ નથી કહી શકતું કે આવું શા માટે થાય છે. અમુક અનુમાનો કે અટકળો સિવાય આવી બાબતોનો ભાગ્યે જ કોઈ વૈજ્ઞાનિક ખુલાસો મળી શકે છે.
આ સંદર્ભે કર્મ અને કર્મફળ વચ્ચેના સંબંધો વિશે કહેતી વખતે શ્રીકૃષ્ણ કહે છે કે કર્મની પૂર્ણતા પાછળ જે અનેક પરિબળોનો ફાળો હોય છે તેમાંનું એક પરિબળ છે દૈવમ (ભગવાનના આશીર્વાદ, ઇચ્છા કે તેમનો ફાળો) (18.14). દૈવમ એ એક એવું અકળ તત્ત્વ છે કે જેને આ વ્યક્ત જગતના દ્રષ્ટિકોણથી જાણી શકાતું નથી. અને એટલા માટે જ શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર કર્મ પર છે, પણ કર્મફળ પર નથી.
હસ્તરેખા વિજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર અને રાશિફળ જેવી અમુક ક્રિયા વિધિઓ છે પરંતુ તેમાંનું એક પણ દૈવમ ન કહી શકાય. એ જ રીતે એવી કોઈ વૈજ્ઞાનિક સંકલ્પના પણ નથી કે જેના આધારે દૈવમ વિશે ધારણા બાંધી શકાય.
શ્રીકૃષ્ણ કહે છે કે આપણે તો નિમિત્ત માત્ર છીએ, સર્વશક્તિમાન પરમાત્માની આ વિરાટ રચનાના એક નાનકડા ભાગ સમાન (11.33). આ૫ણે જો આપણી સફળતાઓને આપણામાં અહંકાર લાવવા નહીં દઈએ તો આપણી નિષ્ફળતાઓ ૫ણ આપણને દુઃખ નહીં પહોંચાડી શકે, કારણ કે આ બંને દૈવમ ને આધીન છે.
0 notes
blogorigin · 2 years ago
Text
0 notes
darvinzala · 2 years ago
Text
હિન્દુ અને મુસલમાનો વચ્ચે એ વાત પર ઝઘડો હતો કે ગુરુ કબીર સાહેબજીના અંતિમ સંસ્કાર તેઓ પોતપોતાની વિધિ પ્રમાણે કરવા માંગતા હતા. કબીર સાહેબ દ્વારા મગહરમાં શરીર છોડ્યા બાદ તેમના શરીરની જગ્યાએ સુગંધિત ફુલો મળ્યા હતા, જેના કારણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે થનારુ ભયંકર યુદ્ધ ટળી ગયુ હતું.
0 notes
jitendrajdabhi · 1 year ago
Text
0 notes
ramnik123 · 2 years ago
Text
હિન્દુ અને મુસલમાનો વચ્ચે એ વાત પર ઝઘડો હતો કે ગુરુ કબીર સાહેબજીના અંતિમ સંસ્કાર તેઓ પોતપોતાની વિધિ પ્રમાણે કરવા માંગતા હતા. કબીર સાહેબ દ્વારા મગહરમાં શરીર છોડ્યા બાદ તેમના શરીરની જગ્યાએ સુગંધિત ફુલો મળ્યા હતા, જેના કારણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે થનારુ ભયંકર યુદ્ધ ટળી ગયુ હતું.
Tumblr media
0 notes
rathvaarvind049 · 2 years ago
Text
હિન્દુ અને મુસલમાનો વચ્ચે એ વાત પર ઝઘડો હતો કે ગુરુ કબીર સાહેબજીના અંતિમ સંસ્કાર તેઓ પોતપોતાની વિધિ પ્રમાણે કરવા માંગતા હતા. કબીર સાહેબ દ્વારા મગહરમાં શરીર છોડ્યા બાદ તેમના શરીરની જગ્યાએ સુગંધિત ફુલો મળ્યા હતા, જેના કારણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે થનારુ ભયંકર યુદ્ધ ટળી ગયુ હતું.
Tumblr media
0 notes